શ્રીમતી સુર્યાબહેન જમુબાઈ દાણી પ્રાથમિક વિદ્યાલય બોટાદ માં શિશુ ભાવરંગ મહોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ ઉજવાયો - At This Time

શ્રીમતી સુર્યાબહેન જમુબાઈ દાણી પ્રાથમિક વિદ્યાલય બોટાદ માં શિશુ ભાવરંગ મહોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ ઉજવાયો


શ્રીમતી સુર્યાબહેન જમુબાઈ દાણી પ્રાથમિક વિદ્યાલય બોટાદ માં શિશુ ભાવરંગ મહોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ ઉજવાયો

તાજેતરમાં તારીખ ૨૯/૦૩/૨૦૨૩ ના રોજ શ્રીમતી સુર્યાબહેન જમુબાઈ દાણી પ્રાથમિક વિદ્યાલય બોટાદ માં શિશુ ભાવરંગ મહોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ ઉજવાયો જેમાં એડમિનિસ્ટર શ્રી નિકુંજ ભાઈ શાહ આચાર્ય શ્રી પાઠક હીનાબેન અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થના, ત્યારબાદ સૌ આમંત્રિત મહેમાનોનું શાબ્દીક સ્વાગત શ્રી વિજયભાઈ વિરજા તથા શ્રી નિલેશભાઈ જોષી એ કર્યું હતું. ત્યારબાદ સ્કૂલ ના આચાર્ય પાઠક હીનાબેન એ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો અને વર્ષ દરમિયાન કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ અને સ્કૂલ ની સિધ્ધિઓ વર્ણવી હતી.
અને તેમણે જણાવ્યું હતુ કે ઇચ્છાશક્તિ અને સતત ખંત ધ્વારા વિદ્યાર્થીઓ ઉજ્જવળ ભવિષ્યનું નિમાર્ણ કરી સમાજ અને દેશને આગળ વધારી શકે છે અનેક ઉચ્ચ સિધ્ધીઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી.
ત્યારબાદ સ્વાગત ગીત, ડાન્સ, નાટક, અર્વાચી પ્રાચીન, કરાટે રાસ ગરબા સ્કેટિંગ જેવી 12 ઇવેન્ટ ખુબ ઉત્સાહથી રજૂ કરી. સંસ્થા પરીવાર તરફથી આચાર્ય શ્રી પાઠક હીનાબેને આભાર વ્યક્ત કર્યો હતો.
સમારંભના અંત બાળકોને પ્રોત્સાહિત ઇનામ અને યાદગીરી ભેટ મોમેન્ટો અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યુ હતું.
આમ બોટાદ જીલ્લાની શ્રીમતી સુર્યાબહેન જમુબાઈ દાણી પ્રાથમિક વિદ્યાલય સ્કૂલ માં ખૂબ ઉત્સાપૂર્વક અને રંગેચંગે કાર્યક્રમ ઉજવાઈ ગયો.

Report By Nikunj Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.