લોકોનું સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે મોઢાના રોગોને શરૂઆતથી જ અટકાવવું જોઈએ
લોકોનું સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે મોઢાના રોગોને શરૂઆતથી જ અટકાવવું જોઈએ
: ડેન્ટલ ( દંત) સર્જનશ્રી ડૉ. પ્રવિણભાઈ પરમાર
સોનાવાલા હોસ્પિટલ સહિત જિલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો ૨૦ એપ્રિલ સુધી ડેન્ટલ કેમ્પ યોજાશે જેનો તમામ નાગરિકોને લાભ લેવા ડેન્ટલ સર્જનશ્રીનો જાહેર અનુરોધ
બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે નેશનલ ઓરલ હેલ્થ અંગે એક દિવસીય સેમીનાર યોજાયો
નેશનલ ઓરલ હેલ્થ પ્રોગામની તા.૨૦ માર્ચથી તા.૨૦ એપ્રિલ,૨૦૨૩ દરમિયાન "BE PROUD OF YOUR MOUTH" થીમ આધારિત રાજ્યવ્યાપી ઉજવણી થઇ રહી છે જે અંતર્ગત આજે બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે આરોગ્ય કર્મીઓ સાથે એક દિવસીય સેમીનારનું આયોજન કરાયું હતું.
નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામના નોડલ ઓફીસર અને ડેન્ટલ ( દંત) સર્જન ડૉ. પ્રવિણભાઈ પરમારે તાલીમ દરમિયાન પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, લોકોનું સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે મોઢાના રોગોને શરૂઆતથી જ અટકાવવું જોઈએ. મોઢાનું સ્વાસ્થ્ય એ શરીરના સ્વાસ્થ્યનો એક અતૂટ ભાગ છે. સોનાવાલા હોસ્પિટલ સહિત લાઠીદડ, રાણપુર, બરવાળા અને ગઢડાના સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે તા.૨૦ મી એપ્રિલ,૨૦૨૩ સુધી ડેન્ટલ કેમ્પ યોજાશે જેનો તમામ નાગરિકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ સેમીનારમાં તંદુરસ્ત મોં અને દાંતનાં બંધારણની માહિતી,દાંત અને પેઢાનાં રોગોનાં લક્ષણો , દાંતનાં અને પેઢાનાં રોગો અને મોઢાનાં કેન્સરનાં અટકાવની જાણકારી,દાંતનાં અને પેઢાનાં રોગોની સારવાર, ,દાંત અને મોઢાના મુખ્ય રોગો, દાંતનો સડો, પેઢાના રોગો અને પાયોરિયા, પેઢાનાં રોગોનાં જોખમી પરિબળો, દાંત પર છારીનું બાજવુ, ગર્ભાવસ્થા દરમિયાન દાંતની સારવાર, શિશુઓમાં દાંતની કાળજી, બ્રશ કરવાની યોગ્ય રીત તેમજ જરૂરિયાતવાળા દર્દીને નજીકના ડેન્ટલ (દંત) સર્જનશ્રી પાસે મોકલવા અંગેનું માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
આ વેળાએ ડેન્ટલ (દંત) સર્જનશ્રીએ સોનાવાલા હોસ્પિટલ ખાતે પ્રસૂતિ વિભાગમાં મહીલાઓને ઓરલ હેલ્થ કિટ્સનુ વિતરણ કરવા ઉપરાંત ડેન્ટલ અંગેની સમજ પુરી પાડી હતી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.