શ્રી જુનાપીપળીયા તા.શાળાના 84 માં સ્થાપના દિવસ નિમિત્તે તા.25/03/2023ના રોજ "હૃદયની ઉર્મિ અને કલાનો ભવ્ય રંગારંગ" સમો વાર્ષિકોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો - At This Time

શ્રી જુનાપીપળીયા તા.શાળાના 84 માં સ્થાપના દિવસ નિમિત્તે તા.25/03/2023ના રોજ “હૃદયની ઉર્મિ અને કલાનો ભવ્ય રંગારંગ” સમો વાર્ષિકોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો


જસદણ તાલુકાની શ્રી જુનાપીપળીયા તા.શાળાના 84 માં સ્થાપના દિવસ નિમિત્તે તા.25/03/2023ના રોજ "હૃદયની ઉર્મિ અને કલાનો ભવ્ય રંગારંગ" સમો વાર્ષિકોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. જેમાં શાળાના ધોરણ ૧થી૮ના કુલ ૧૬૪ વિદ્યાર્થીઓએ વિવિધતા સભર એવી 17 કૃતિઓ રજુ કરી હતી.જેમાં બોના ડાન્સ, કચ્છી અને રાજસ્થાની રાસ,કોમેડી નાટક,એકપાત્ર અભિનય-શિવાજી,પિરામિડ, દેશભક્તિ ગીત,ડાયરો વગેરે કૃતિઓ રજુ થઈ. આ કાર્યક્રમમાં જસદણ તાલુકાના બી.આર.સી.શ્રી રવિદાન બારહટ,ગુજરાત રાજ્ય પ્રા.શિક્ષક સંઘના મહામંત્રી શ્રી શાંતુભાઈ મોડા,જસદણ તાલુકા પ્રા.શિ.સંધના પ્રમુખ નારણભાઈ સરીયા,મનનભાઈ,આસપાસની શાળાના આચાર્ય, શિક્ષકો,સી.આર.સી.,શાળાના ભૂતપૂર્વ શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહયા હતાં. અને દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તેનાં ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા જુનાપીપળીયા તા.શાળા પરિવાર,વાલીઓ અને શાળા વ્યવસ્થાપન સમિતિએ જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમમાં થયેલ સ્ટેજ અને લાઈટીંગ ખર્ચ ડૉ.નિલેશભાઈ રામાણી તરફથી આપવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.