ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા  અમરેલી જીલ્લા પંચાયતને રજૂઆત કરાઈ - At This Time

ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા  અમરેલી જીલ્લા પંચાયતને રજૂઆત કરાઈ


ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા  અમરેલી જીલ્લા પંચાયતને રજૂઆત કરાઈ

ધારી ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા અમરેલી જીલ્લા પંચાયતને રજૂઆત કરાઈ
ધારી તાલુકાના ઐતિહાસિક ગામ ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા ગ્રામ પંચાયત હસ્તક જીલ્લા પંચાયતને વર્ષ ૨૦૦૬માં કન્યા કેળવણી અને શિક્ષણના હેતુસર દરબાર ગઢની જમીન શરતોને આધિન આપેલ. આ વાતને ઘણાં વર્ષો વિતી ગયાં છતાં દરબાર ગઢમાં કાર્યરત ભક્તિબા ગોપાળદાસ દેસાઈ કન્યા શાળામાં શરત મુજબ પ્રજાવત્સલ, ત્યાગી રાજવી અને સ્વાતંત્ર્ય સેનાની દરબાર સાહેબ ગોપાળદાસ દેસાઈનું સ્ટેચ્યુ મૂકવામાં આવેલ નથી તેથી ઠરાવેલ શરત મુજબ દરબાર સાહેબની પ્રતિમા મૂકવા તેમજ કન્યા શાળાનું મકાન ખૂબ નાનું અને સાંકડુ હોવાથી ત્યાં અભ્યાસ કરતી દીકરીઓ શાળામાં કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી શકતી નથી તેથી વિદ્યાર્થીઓના હિતમાં ગઢના પ્રાંગણમાં પ્રાર્થના હોલ બનાવી આપવા અમરેલી જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલિયા, શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત, તેમજ બાંધકામ સમિતિના ચેરમેન પુનાભાઈ ગજેરાને આ બેઠકના જીલ્લા પંચાયત સભ્ય અશ્વિનભાઈ કુંજડિયા મારફત ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શંભુભાઈ વાડદોરિયા તથા વિપુલ ભટ્ટી દ્વારા રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.