રાજકોટમાં 3 મહિનામાં 4 હજારથી વધુ નાગરિકો શરદી-ઉધરસથી સંક્રમિત,1028 દર્દીને ઝાડા-ઉલટી, 13 લોકો ડેન્ગ્યુગ્રસિત - At This Time

રાજકોટમાં 3 મહિનામાં 4 હજારથી વધુ નાગરિકો શરદી-ઉધરસથી સંક્રમિત,1028 દર્દીને ઝાડા-ઉલટી, 13 લોકો ડેન્ગ્યુગ્રસિત


રાજકોટ શહેરમાં હાલ વાઇરલ રોગચાળાએ ભરડો લીધો છે. જ્યાં 3 મહિનામાં 4792 નાગરિકો શરદી-ઉધરસનો ભોગ બન્યા છે જયારે એક સપ્તાહમાં શરદી-ઉધરસના 390 કેસ નોંધાયા છે. ડિસેમ્બર માસથી શરદી, ઉધરસ, તાવના કેસમાં વધારો આવ્યો છે. ઘરે-ઘરે દરેક વ્યક્તિ તેનો ભોગ બની રહ્યા છે. આ વખતની શરદી- ઉધરસ તાવની બીમારી 15થી 20 દિવસ સુધી રહે છે. દર્દીઓને શરદી રહેવી, ખાંસી, શરીર તૂટવું જેવી સમસ્યાઓ થઈ રહી છે. અન્ય કેસની વાત કરીએ તો 3 મહિનામાં સામાન્ય તાવના કુલ 520 કેસ જયારે ઝાડા-ઉલટીના કુલ 1028 કેસ નોંધાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.