શહેરમાં છેલ્લા સપ્‍તાહમાં ઝાડા - ઉલ્‍ટી - તાવના ૫૦૯થી વધુ દર્દીઓ - At This Time

શહેરમાં છેલ્લા સપ્‍તાહમાં ઝાડા – ઉલ્‍ટી – તાવના ૫૦૯થી વધુ દર્દીઓ


શહેરમાં છેલ્લા સપ્‍તાહમાં આરોગ્‍ય વિભાગના ચોપડે શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્‍ટીના ૫૦૯થી વધુ કેસ નોંધાયા છે. જ્‍યારે મચ્‍છરજન્‍ય રોગચાળાનો ૧ દર્દી નોંધાયો છે. દરમિયાન છેલ્લા ૨ દિવસમાં શહેરના ૫૮ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્‍યા છે.
આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૨૦ થી ૨૬ માર્ચ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
અઠવાડિયામાં મેલેરીયાનો કેસ નોંધાયા છે. જયારે સીઝનમાં મેલેરિયાના ૪, ડેન્‍ગ્‍યુના ૧૩ તથા ચિકનગુનિયાના ૨ કેસ નોંધાયા છે.
શરદી-તાવના ૫૦૯થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૩૯૦ તેમજ સામાન્‍ય તાવના ૪૨ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૭૭ સહિત કુલ ૫૦૯ દર્દીઓ નોંધાયા હતા.
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૫૬૮૦ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૩૧૬ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૧૫૯ લોકોને નોટીસ પાઠવી છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.