બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમની મદદથી પડી ગયેલ હીરાનું પાકીટ પરત અપાવતી બોટાદ પોલીસ
બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમની મદદથી પડી ગયેલ હીરાનું પાકીટ પરત અપાવતી બોટાદ પોલીસ
ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલિયા સાહેબ તથા ઈ/ચા પોલીસ અધિક્ષક એ.એ.સૈયદ સાહેબની સુચના દ્વારા તથા વિભાગીય પોલીસ અધિકારી, મહર્ષિ રાવલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકોને ઉપયોગી બની સેવા કરવા સુચના આપેલ જે સુચનાની અમલવારી કરાવવામાં આવી રહી છે.
તા.૨૫/૦૩/૨૦૨૩ ના રોજ એક અરજદાર અત્રેના સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) ખાતે આવેલ અને જણાવેલ કે, તા.૨૫/૦૩/૨૦૨૩ ના સવારના ક.૦૮/૪૫ થી ક.૦૯/૦૦ વાગ્યે તેઓ હીરાબજાર થી ભાંભણ રોડે હિરાના કારખાના તરફ જતા હતા તે દરમ્યાન પોતાના ખિસ્સામાં રહેલ હીરાનું પાકીટ પડી ગયેલ હોય અને જેમાં આશરે રૂપિયા ૧,૫૦,૦૦૦/- ની કિંમતના હીરા હોય અને આ બાબતે બોટાદ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલ ત્યારબાદ તેઓએ ઘણી શોધખોળ કરવા છતાં મળેલ નહી, જેથી તેઓએ બોટાદ પોલીસની મદદ માંગતા સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) નો સંપર્ક કરી સઘળી હકીકત જણાવતા ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એસ.કે.જાડેજા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ફરજ પરના નેત્રમના સર્વેલન્સના પોલીસ કર્મચારીઓ તથા તથા આઉટસોર્સથી ફરજ બજાવતા એન્જીનિયરોએ બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાનું રેકોર્ડિંગ ચેક કરતા પડી ગયેલ હિરાનુ પાકીટ કોઈ અજાણ્યા વ્યક્તિએ લીધેલ હોવાનું શંકાસ્પદ જણાય આવતા ત્યારબાદ અલગ-અલગ CCTV ફુટેજની તપાસ કરતા તે વ્યક્તિ મળી આવતા અરજદારને હીરાનું પાકીટ પરત અપાવેલ છે.
મુદામાલઃ-
(૧) આશરે રૂપિયા ૧,૫૦,૦૦૦/- ની કિંમતના હીરાનું પાકીટ.
કામગીરીમાં જોડાયેલ અધિકારીશ્રી/કર્મચારીઓ:-
આમ ઉપરોકત કામગીરીમાં CCTV કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ.શ્રી એસ.કે.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારી (૧) અના.હે.કો. જયેશભાઈ ઝવેરભાઈ ચૌહાણ, (૨)અના.પો.કો. પંકજભાઈ સામતભાઈ પરમાર, (૩)અના.વુ.પો.કો. વનિતાબેન રાજેશભાઈ સોનાણી, (૪)આર્મ. લોકરક્ષક હેતલબેન રમેશભાઈ પરમાર, (૫) આર્મ. લોકરક્ષક આરતીબેન ઘનશ્યામભાઈ મેઘાણી, (૬)આ.સો.સીની.એન્જી. અજયભાઈ ભુપતભાઈ મુળીયા નાઓએ જોડાયેલા હતા.
એટ ધીસ ટાઈમ ન્યુઝ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.