ભચાઉ બ્લોક કક્ષાએ પિયર એજ્યુકેટરની રીફ્રેશ તાલીમ આપવામાં આવી - At This Time

ભચાઉ બ્લોક કક્ષાએ પિયર એજ્યુકેટરની રીફ્રેશ તાલીમ આપવામાં આવી


ભચાઉ બ્લોક કક્ષાએ પિયર એજ્યુકેટર ની રિફ્રેશ તાલીમ આપવામાં આવી જેમાં તાલુકા હેલ્થ ઓફીસરશ્રી ડો. નારાયણ સિંહ સાહેબ ના માર્ગદર્શન હેઠળ પિયર એજ્યુકેટર તાલીમ આપવાનુ આયોજન કરવામાં આવ્યુ જેમા તાલુકાના તાલુકા હેલ્થ વિઝિટર દીપકભાઈ દરજી અને યુકે જોશી બેન તેમજ એડોલેસન્ટ હેલ્થ કાઉન્સેલર પાતર કિરેન અને દિશાબેન સુથાર પિયર એજ્યુકેટર ને સમતોલ આહાર વિષે તેમજ પિયર એજ્યુકેટર ની ભુમિકા પિયર એજ્યુકેટરના કૌશલ્ય તેમજ પર્સનલકેર અને ૧૦ થી ૧૯ વર્ષની અવસ્થા દરમિયાન શારિરીક, માનસિક, ભાવાત્મક અને સામાજીક ફેરફારો વિષે વિસ્તૃત માહિતી આપી તેમજ IFA ગોળી,રસીકરણ ટી.ટી ની રસી ૧૦ થી ૧૬ વર્ષે મુકાવવા માટે કિશોર-કિશોરીઓને જાગૃત કરવા માટે સમજણ આપી તેમજ કિશોર-કિશોરીઓને બી.એમ.આઇ વિષે તેમજ દર મહિને યોજાતા મમતા તરૂણી સેશનમાં H.B ની તપાસ વિષે આલબેન્ડાઝોલનુ મહત્વ,લીલાપાંદળા વાળા શાકભાજી, તેમજ શારીરિક કશરત યોગ ધ્યાન, પ્રાણાયામ ના મહત્વ વિષે વિસ્તૃત માહિતી આપી.

આ કાર્યક્રમમાં પિયર, અને આશા કાર્યકર બહેનો હાજર રહ્યા હતા. તેમને બેગ, તેમજ પિયર એજ્યુકેટર કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું અને તમામ બોપર નું ભોજન પણ આપવામાં આવ્યો હતો.

અહેવાલ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યુઝ ભચાઉ
મો : 9427392494
9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.