ભ્રષ્ટાચારની સૌથી વધુ ફરિયાદો કરવામાં રાજકોટ 3જા ક્રમે - At This Time

ભ્રષ્ટાચારની સૌથી વધુ ફરિયાદો કરવામાં રાજકોટ 3જા ક્રમે


રાજયના વહિવટી તંત્રમાં ભ્રષ્ટ્રાચાર ‘સામાન્ય બાબત’ગણાવા લાગી છે.નાગરીકો દ્વારા ફરિયાદો થાય છે અને સૌથી વધુ ફરીયાદ કરવામાં રાજકોટ ત્રીજા ક્રમે છે સૌથી વધુ ફરિયાદો શહેરી વિકાસ તથા ગૃહવિભાગ સામે થઈ હતી.જયારે બોર્ડ-નિગમોમાં સૌથી વધુ ફરિયાદ પ્રદુષણ બોર્ડ તથા પીજીવીસીએલ સામે હતી. ગુજરાત સરકારનાં વિવિધ વિભાગો અને બોર્ડ-નિગમોના અધિકારી-કર્મચારીઓ સામે વર્ષ 2021 માં ભ્રષ્ટાચાર ગેરરીતી અને સત્તાનાં દુરૂપયોગ બાબતે કુલ 11,226 ફરિયાદો થઈ હતી.
તેમાંથી 281 કેસોમાં વર્ગ-1, 2, 3ના અધિકારી-કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલા લેવાયા છે.સરકારી વિભાગો અને બોર્ડ-નિગમોનાં અધિકારી કર્મચારીઓ સામે થયેલી ફરીયાદો પૈકી સૌથી વધુ 2659 ફરીયાદો શહેરી વિકાસ શહેરી ગૃહ નિર્માણ વિભાગ સામે અને બોર્ડ-નિગમો પૈકી સૌથી વધુ 170 ફરીયાદો ગુજરાત પ્રદુષણ બોર્ડ સામે થઈ હતી. એનો સ્પષ્ટ અર્થ એ તારવી શકાય કે શહેરી વિકાસ વિભાગ તથા પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં ગેરરીતિનુ પ્રમાણ સૌથી વધુ છે.એમા પણ જીલ્લા પ્રમાણે સૌથી વધુ ફરીયાદો સુરત જીલ્લામાંથી કરાઈ હતી
એટલે આ જીલ્લામાં સૌથી વધુ ગેરરીતી થઈ રહી છે કે પછી અહીના નાગરીકોમાં જાગૃતતાનું પ્રમાણ ઉંચુ છે.એવી જ રીતે આવી ફરીયાદો કરવામાં બીજા ક્રમે અમદાવાદ, ત્રીજા ક્રમે રાજકોટ, ચોથા નંબરે વડોદરા અને પાંચમા ક્રમે જામનગરનો સમાવેશ થાય છે. રાજય વિધાનસભામાં તકેદારી આયોગે વર્ષ 2021 માટેના અહેવાલો રજુ કર્યા છે. જેમાં જણાવાયા પ્રમાણે તકેદારી આયોગને જે કુલ 11,226 ફરીયાદો પ્રાપ્ત થઈ હતી. તેમાંથી 532 અરજીઓની તપાસ નિરિક્ષણ માટે જે તે સતામંડળોને મોકલી દેવાઈ હતી.
એવી જ રીતે 741 કેસમાં જરૂરી કાર્યવાહી માટે આયોગને સંબંધીત સતાધિકારીઓએ રજુઆત કરી હતી. 6967 કેસની વિગતો કાર્યક્ષેત્ર બહારની વહીવટી બાબતોને સ્પર્શતી, અસ્પષ્ટ પ્રકારના આક્ષેપો ધરાવતી હતી. જેને નિયમાનુસારની કાર્યવાહી કરવા માટે જે તે વિભાગોનાં સતાધિકારીઓને મોકલી આપવામાં આવી હતી.181 અરજીઓ એવી હતી કે, જેમાં વધુ વિગતોની જરૂર હોવાથી તે અરજીઓ અરજીકર્તા કે સંબંધીત વિભાગને પરત મોકલાઈ હતી. જયારે 2806 અરજી તદન અસ્પષ્ટ હોવાથી તેને દફતરે કરાઈ હતી.

9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.