રાજકોટમાં 5 લાખની લાંચ લેનાર મૃતક અધિકારીના પરિવારે સિવિલમાં હુમલાનો પ્રયાસ કરતા CBI ઓફિસર દોડીને પોલીસ ચોકીમાં જતા રહ્યા
રાજકોટમાં ગઈકાલે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ટોચના અધિકારી જાવરીમલ બિશ્નોઇ રૂપિયા 5 લાખની લાંચ લેતા CBIએ ગોઠવેલી ટ્રેપમાં રંગેહાથ ઝડપાયા હતા. જો કે, બદનામીની શંકાએ જાવરીમલ બિશ્નોઇએ આજે વહેલી સવારે ઓફિસના ચોથા માળેથી ઝંપલાવતા તેનું મોત નીપજ્યું હતું. બાદમાં તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. અહીં જાવરીમલ બિશ્નોઇના પરિવારજનોએ CBIના અધિકારી પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. આથી CBI ઓફિસર બચવા માટે દોડીને પોલીસ ચોકીમાં જતા રહ્યા હતા. જેના લાઈવ દૃશ્યો કેમેરામાં કેદ થયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.