રાજકોટના ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના અધિકારીએ ઓફિસના ચોથા માળેથી ઝંપલાવતાં મોત, NOC આપવા માટે લાંચ માગી હતી - At This Time

રાજકોટના ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના અધિકારીએ ઓફિસના ચોથા માળેથી ઝંપલાવતાં મોત, NOC આપવા માટે લાંચ માગી હતી


રાજકોટમાં ગઈકાલે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ટોચના અધિકારી જાવરીમલ બિશ્નોઈ રૂપિયા 5 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા હતા. આ મામલે CBI દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને એમાં અધિકારી લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા હતા. જોકે જાવરીમલ બિશ્નોઇએ વહેલી સવારે ચોથા માળેથી ઝંપલાવતાં ગંભીર ઇજા સાથે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ સારવાર મળે એ પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.