ત્રંબા ગામેથી ગુમ થયેલ મંદબુધ્ધિના સગીરનૉ ભાડલા પોલીસે વાલી સાથે મિલાપ કરાવ્યો - At This Time

ત્રંબા ગામેથી ગુમ થયેલ મંદબુધ્ધિના સગીરનૉ ભાડલા પોલીસે વાલી સાથે મિલાપ કરાવ્યો


ત્રંબા ગામેથી ગુમ થયેલ મંદબુધ્ધિના સગીરનૉ ભાડલા પોલીસે વાલી સાથે મિલાપ કરાવ્યો

રાજકોટના ત્રંબા ગામેથી ગૂમ થયેલ સગીર જસદણના ભંડારીયા ગામે પહોંચી ગયો હતો.

જસદણ તાલુકાના ભાડલા પોલીસ સ્ટેશન હેઠળના ભંડારીયા ગામેથી મળી આવેલ મંદબુધ્ધિના સગીરને ભાડલા પોલીસે શોધી કાઢી તેના માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ, જસદણ તાલુકાના ભંડારીયા ગામેથી એક મંદબુધ્ધિનું બાળકિશોર મળી આવેલ છે તેવી ભાડલા પોલીસને જાણ થતા તાત્કાલિક તેઓ ભંડારીયા ગામે દોડી ગયા હતા અને તે મંદબુધ્ધિના બાળકિશોરને હસ્તગત કરી તેના વાલી વારસ અંગેની સઘન શોધખોળ હાથ ધરી હતી. તે અંગે ભાડલા પોલીસે તપાસ કરતા રાજકોટ શહેરના ત્રંબા ગામના પિયુષભાઈ શંભુભાઈ રૈયાણીની વાડીએ છેલ્લા ત્રણ વર્ષથી મજુરીકામ કરતા રમેશભાઈ કાળુભાઈ ચૌહાણ(મૂળ રહે-કુશલપુરા,તા-રાણાપુર,જિલ્લો-ઝાંબુઆ,મધ્યપ્રદેશ) વાળાનો દીકરો દયેશ(ઉ.વ.15) હોવાનું જાણવા મળ્યું હતું. આ બાળક ગત તા.22 ના રોજ તેઓ વાડીએ મજુરીકામ કરતા હતા ત્યાંથી ક્યાંક જતો રહ્યો હતો અને આજુબાજુમાં તપાસ કરતા મળી આવ્યો ન હતો. જે અંગેની માહીતી મળતા ભાડલા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આ મંદબુધ્ધિના બાળકિશોર દયેશ(ઉ.વ.15) ને ત્રંબા ગામની સીમમાં રહેતા તેના માતા-પિતા સાથે મિલાપ કરાવી આપતા પરિવારજનોની આંખો માંથી આંસુ સરી પડ્યા હતા. ભાડલા પોલીસ મથકના પીએસઆઈ સાંકળીયાના માર્ગદર્શન હેઠળ આ કામગીરીમાં કિરણબેન મગનભાઈ, સુનિલકુમાર વશરામભાઈ, વિજયભાઈ વલ્લભભાઈ અને વત્સલાબેન જયંતિભાઈ મહિલા લોકરક્ષક જોડાયા હતા.

રિપોર્ટ નરૅશ ચૉહલીયા જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.