વડનગર ખાતે વિશ્વ ટીબી દિવસ અંતર્ગત રેલી સ્વરૂપે એ જનજાગૃતિ અભિયાન નો કાર્યક્રમ યોજાયો
વડનગર ખાતે વિશ્વ ટીબી દિવસ અંતર્ગત રેલી સ્વરૂપે એ જનજાગૃતિ અભિયાન નો કાર્યક્રમ યોજાયો
જી.એમ.ઈ.આર. એસ.વડનગર ખાતે વિશ્વ ટી.બી.દિવસ જનજાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું
વડનગર ખાતે વિશ્વ ટી.બી .દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું
આજ રોજ ઉત્તર ગુજરાતમાં આવેલું મહેસાણા જિલ્લાનું વડનગર ગામ ખાતે વર્લ્ડ ટી બી ડે હોવાથી .જિલ્લા ક્ષય અધિકરી મહેસાણા શ્રી ડૉ.અજૂ પરમાર ના માર્ગદર્શન હેઠળ વડનગર જી.એમ.ઈ. આર.એસ.હોસ્પિતલ ખાતે જન જાગૃતિ તેમજ લોકોમા અવરનેશ લાવવાના ભાગરૂપે રેલી નું આયોજન કરવામાં આવ્યું ..જેમાં વડનગર ના ડિન શ્રી ડૉ. મનીષ રમાવત સાહેબ અને સુપ્રિન્ટેન્ડેન્ટ સાહેબ શ્રી ડૉ હર્ષદ પટેલ દ્વારા લીલી ઝંડી આપી રેલી ની શરૂઆત કરવામાં આવી.જેમાં માનવ નર્સિંગ સ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન પણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ માં તાલુકા આરોગ્ય કચેરી ના સુપરવાઇઝર શ્રી લક્ષ્મણભાઈ મક્વાણા ટી.બી. સુપરવાઇઝર શ્રી અલ્પેશભાઈ પરમાર તેમજ મેડિકલ હોસ્પિટલ ના RMO શ્રી નરેશભાઈ ડામોર .ચેસ્ટ ઓપીડી આસિસ્ટન્ટ પોફેસર શ્રી ડો.રાજેશ પિમ્પલદરા અને ડો.ધર્મરાજ તેમજ અર્બન હેલ્થ સેન્ટર ના MPW શ્રી નરેશભાઈ.પ્રિયંકભાઇ GMERS ના નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
આ રેલી ને GMERS હોસ્પિટલ થી લઈ ને શર્મિષ્ઠા તળાવ અર્જુનબારી સુધી લઈ જવામાં આવી જેમાં *ટી બી હરેગા દેશ જીતેગા જન જન કો જગાના હે.ટી બી કો ભગાના હે.ના સૂત્રોચાર્ કરવામાં આવ્યા હતા..જેમાં ૧૦૦ જેટલા નર્સિંગ સ્ટાફે ભાગ લીધો.અને બધા ને ચોકલેટ આપી ને રેલી પૂર્ણ કરવામાં આવી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.