સરદાર પટેલ યુનિવર્સિટીની 31મીએ સેનેટ સભા યોજાશે - At This Time

સરદાર પટેલ યુનિવર્સિટીની 31મીએ સેનેટ સભા યોજાશે


સરદાર પટેલ યુનિવર્સિટીની 31મીએ સેનેટ સભા યોજાશે આ સાથેવિવિધ કોલેજ-પ્રોફેસરો-અભ્યાસક્રમોની માન્યતાને મંજૂરી અપાશે

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં આગામી 31 માર્ચના રોજ સેનેટ સભા યોજાશે, જેમાં વિવિધ કોલેજ, પ્રોફેસરો, અભ્યાસક્રમોની માન્યતાને આખરી મંજૂરીની મહોર મારવામાં આવશે. આ અંગેની યુનિવર્સિટીના સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દર વર્ષે માર્ચના અંતમાં યુનિવર્સિટીની સેનેટ સભા યોજાતી હોય છે.

ચાલુ વર્ષે યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડો. નિરંજન પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે. આ સભામાં અંદાજિત 200થી વધુ સેનેટ સભ્યો હાજર રહેશે. સામાન્ય રીતે સભામાં વાર્ષિક અહેવાલ રજૂ કરાવમાં આવતો હોય છે. ઉપરાંત વર્ષ દરમિયાન કરેલા કાર્ય, નવા કોર્સ, અભ્યાસક્રમ, વિવિધ કોલેજની માન્યતા, ફાઇનાન્સ કમિટીના અહેવાલોને માન્યતા આપી પાસ કરવામાં આવે છે. એજન્ડાના તમામ કામોને બહુમતીથી બહાલી અપાશે.

નોંધનીય છે કે, આ સિવાય માર્ચની સેનેટ સભામાં જે વિદ્યાર્થીઓએ ડિગ્રી નથી મેળવી તે વિદ્યાર્થીઓને ડિગ્રી વિતરણ કરાશે. જેના માટે યુનિવર્સિટી દ્વારા ગત માસમાં પાંચ દિવસ માટે ડિગ્રી માટે ફોર્મ ભરવા ઓનલાઇન પોર્ટલ ખુલ્લુ મુક્યું હતું.

9409516488


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.