વિસાવદર કોર્ટમાં કાયમી પી.પી. (પબ્લિક પ્રોસિક્યુટર) જગ્યાએ પી.પી.મુકવા ટિમ ગબ્બર ની રજુવાત - At This Time

વિસાવદર કોર્ટમાં કાયમી પી.પી. (પબ્લિક પ્રોસિક્યુટર) જગ્યાએ પી.પી.મુકવા ટિમ ગબ્બર ની રજુવાત


અમો ટીમ ગબ્બર ગુજરાતના કાંતિ એચ.ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીને સ્થાનિક લોકો સંસ્થાઓ દ્વારા માહિતી અને રજૂઆતો મળી છે કે,વિસાવદરમા છેલ્લા ઘણા મહિનાઓથી તાલુકા કોર્ટમાં સરકારી વકીલની જગ્યાએ કોઈ ફરજ ઉપર હાજર થતું ન હોય અને તેના કારણે વિસાવદર કોર્ટમાં કેસો ચાલતા ન હોય અને પક્ષકારોને સમન્સ કરીને બોલાવ્યા બાદ ધક્કા થતા હોય સરકારી વકીલ ન હોવાના કારણે કેસો ચાલતા ન હોય નામદાર સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટ દ્વારા જુના કેસોનો ઝડપી નિકાલ કરવા અવાર નવાર સૂચનાઓ અપાઈ છે પરંતુ સરકારી કેસો અથવા તો સરકારી વકીલની હાજરીમાં ચલાવવાના થતા કેસો સરકારી વકીલ દ્વારા જ ચલાવી શકાય તેમ હોય તેવા કેસોમાં છેલ્લા ઘણા સમયથી તારીખો પડતી હોય આ બાબતે અમોએ સ્થાનિક વિસાવદર કોર્ટના ન્યાયાધીશ સાહેબ મારફતે જિલ્લા સેસન્સજજસાહેબને પણ રજુઆત કરેલી છતાં કલેક્ટર સાહેબ દ્વારા આ બાબતે કોઈ ઉકેલ લાવવામાં આવેલ નથી.અને તેના કારણે કેસો લંબાઈ રહિયા છે તેથી સરકારશ્રી તરફથી વિસાવદર કોર્ટમાં કાયમી સરકારી વકીલની નિમણૂક થયેલ છે તે જગ્યાએ સરકારી વકીલ નિયમિત હાજર રહે તેવી કલેકટર સાહેબ જુનાગઢનાને સૂચના આપી જરૂરી વ્યવસ્થા કરી આપવા અમારી ટિમ ગબ્બરની માંગ છે તેથી ટીમ ગબ્બરની ઉપરોક્ત રજુઆતની ગંભીરતા ધ્યાને લઈ ટીમ ગબ્બર ગુજરાતની રજુઆત લાગુ પડતા વિભાગમાં પહોંચાડી કાર્યવાહી કરી કરાવી આ પ્રશ્નનું તાત્કાલિક નિવારણ લાવવા ટીમ ગબ્બરની માગણી સાથે રજુઆત છે

રિપોર્ટ હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.