જંક્શનમાં ભડકેલી ગાય બાઈકચાલક પ્રૌઢ પર તૂટી પડી, થાપા અને સાથળમાં 4 ફ્રેક્ચર
હાઈકોર્ટના આદેશને તંત્રવાહકો ઘોળીને પી જતાં એક જ દિવસમાં બીજી ઘટના
રાજ્યભરમાં રાજમાર્ગો પર રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ મુદે ગુજરાત હાઇકોર્ટે પણ અનેક વખત મ્યુનિશિપલ કમિશનર તેમજ પોલીસ કમિશનરોને નક્કર પરિણામલક્ષી અને અસરકારક કામગીરી કરવા રાઉન્ડ ધી કલોક રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવાની ટકોર કરી છે.
રેલનગરમાં રહેતા અને ગર્વમેન્ટ પ્રેસમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા છત્રપાલસિંહ કનુજી પરમાર નામના પ્રૌઢ ગુરૂવારે બપોરે પુત્રને ટિફિન દેવા માટે ઘરેથી બાઇક પર નિકળ્યા હતા. રેલનગરથી નિકળી છત્રપાલસિંહ બાઇક સાથે જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલા ઝુલેલાલ મંદિર પાસે પહોંચતા જ રોડ પર ઉભેલી ગાય અચાનક ભડકી હતી. અને બાઇક સાથે ભટકાઇ હતી. જેને કારણે છત્રપાલસિંહ બાઇક પરથી નીચે રોડ પર પટકાયા હતા. ત્યાર બાદ ભડકેલી ગાય રોડ પર પટકાયેલા છત્રપાલસિંહને ઢીંકે ચડાવી ઉલાળ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.