રૂમ રાખવા આવેલી 10 વર્ષની બાળાને કેકે હોટેલના કર્મચારીએ તિલક હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું - At This Time

રૂમ રાખવા આવેલી 10 વર્ષની બાળાને કેકે હોટેલના કર્મચારીએ તિલક હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું


મોબાઈલ ન લઈ દેતા નારાજ થઈને પુત્રી એક્ટિવા અને પિતાનો મોબાઈલ લઈને ભાગી ગઈ હતી

ત્રણ દિવસ પહેલાની ઘટનામાં બાળાની પોલીસે પૂછપરછ કરતા સત્ય બહાર આવ્યું : આરોપી પકડાયો

શહેરના નિર્મલા રોડ વિસ્તારમાંથી ત્રણ દિવસ પહેલા રાત્રીના સમયે ભેદી રીતે ગુમ થયેલી 10 વર્ષની બાળા સવારે મળી આવ્યા બાદ તેની પૂછપરછમાં તે દુષ્કર્મનો શિકાર બની હોવાનું જણાવતા પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઇ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. તરુણીના નિવેદન બાદ પોલીસે અપહરણના ગુનાની ફરિયાદમાં પોક્સો સહિતની કલમનો ઉમેરો કરી દુષ્કર્મીને ઝડપી લઇ ધરપકડ કરી છે. પોશ વિસ્તારમાં રહેતા વેપારીની 10 વર્ષની પુત્રીઅે પિતા પાસે મોબાઇલ અને ડોગી લઇ દેવાની જીદ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.