રાજકોટ: ચુનારાવાડમાં સમાધાન માટે બોલાવી ત્રણ યુવાનોને છરી ઝીંકી લૂંટ ચલાવી
ગઈકાલ રાત્રિના ચુનારાવાડ ચોક ખાતે આવેલી ડાભી હોટલ નજીક ત્રણ કૌટુંબિક ભાઈઓ પર મહિલા સહિત આઠ શખ્સોએ છરી અને ધોકા પાઇપ વડે માર મારી મોબાઇલની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તમામ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
બનાવવા અંગેની મળતી માહિતી અનુસાર રાધા નગર મેઇન રોડ પર આવેલી કવિ કલાપી ટાઉનશિપમાં રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે મેહુલભાઈ મહેશભાઈ સિંધવે થોરાળા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદમાં આરોપીઓમાં કિશન દેશાણી, બીલીબેન વ્યાસ, નાનીયો વ્યાસ અને 5 અજાણ્યા શખ્સોના નામો આપ્યા હતા જેમાં તેને જણાવ્યું હતું કે, મહેન્દ્ર ભાઈને તેની જ્ઞાતિની સોનાક્ષી નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો પરંતુ બંને વચ્ચે ઝઘડો થતાં તે સમાધાન કરવા માટે કિશન દેસાણી અને તેની પત્ની બીલીબેન વચ્ચે પડ્યા હતા તે સમયે કિસને મહેન્દ્ર ભાઈ ને ગાળો ભાંડી હતી.જે બાબતે મહેન્દ્રભાઈ ના નીરજભાઈ ઉર્ફે અપ્પુ કેશાભાઈ વાઘેલા અને ચંદ્રેશભાઇ સિંધવે કિશન ને ફોન કરી ડાભી હોટલ ખાતે બોલાવ્યો હતો.
ત્યારે કિસન તેની પત્ની બીલીબેન વ્યાસ તેની સાથે નાનીયો વ્યાસ અને અજાણ્યા પાસે શખ્સો છરી અને ધોકાભાઈ – પાઇપ સાથે ઘસી આવ્યા હતા અને ત્રણેય ભાઈઓ ઉપર તૂટી પડ્યા હતા જેમાં કિસને મેહુલને માર મારી તેનો મોબાઇલ લૂંટી લીધો હતો. આ મારામારી માં ત્રણેય ભાઈઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ થોડા પોલીસે કુલ 8 સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.