" ભવ્ય શોભાયાત્રા સાથે ડભોઇ - દર્ભાવતિ નગરીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદની ઉત્સાહભેર ઉજવણી " - At This Time

” ભવ્ય શોભાયાત્રા સાથે ડભોઇ – દર્ભાવતિ નગરીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદની ઉત્સાહભેર ઉજવણી “


રિપોર્ટ:- નિમેષ સોની,ડભોઈ

વર્ષોની પરંપરા મુજબ ડભોઇ - દર્ભાવતિ નગરીમાં વસતાં સિંધી ભાઈ - બહેનો અને સમગ્ર સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. સમાજના તમામ વેપારી ભાઈઓએ પોતાનો વેપાર ધંધો બંધ રાખી આ ઉજવણીમાં ભાગ લીધો હતો.
મિખૅ રાજાએ એક સમયે પ્રજા ઉપર જુલ્મ ગુજારતા હતા. એ જ રાજા ઝુલેલાલના આશીર્વાદથી કર્તવ્ય પારાયણ અને આદર્શ રાજા બની ગયા હતા. ભગવાન ઝૂલેલાલની કૃપાથી સિંધી સમાજને મિખૅ રાજાના અત્યાચારથી મુક્તિ મળી હતી. આ ઘટનાને કારણે સિંધી સમાજ ઝુલેલાલને પોતાનાં ઇષ્ટદેવ તરીકે પૂજે છે. ઝુલેલાલને જઈ અને જ્યોતિના દેવતા પણ કહેવામાં આવે છે.
આ ચેટીચંદ પ્રસંગે ડભોઇ - દર્ભાવતિ નગરીમાં વડોદરી ભાગોળ પાસે આવેલ ઝુલેલાલ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે ડી.જેના તાલ અને સંગીત સાથે નગરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઇ હતી .આ શોભાયાત્રામાં વિવિધ ભગવાનના સ્વરૂપે વેશભૂષામાં સજજ બાળકોએ અદભૂત અલૌકિક વાતાવરણ સર્જાયું હતું. વડોદરી ભાગોળના ઝુલેલાલ મંદિરેથી નીકળેલી શોભાયાત્રા ટાવર ચોક ખાતે પહોંચતા ટાવરચોક પ્રાંગણમાં સૌ ભક્તજનોએ દાંડીયા રાસ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. આ શોભાયાત્રાનું શહેરના આગેવાનોએ સ્વાગત કરી ભગવાન ઝૂલેલાલની છબીને ફુલહાર અર્પણ કર્યા હતાં.
આજના પવિત્ર દિવસે સિંધી સમાજના મંદિરે ધજા બદલવાની વિધિ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ અડવાણી હોલ ખાતે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેટીચંદ મહોત્સવમાં ડભોઈ સિંધી સમાજના પ્રમુખ સુભાષભાઈ ભજવાણી, ઉપપ્રમુખ લખુંભાઇ મોરવાણી, મંત્રી ચેતનભાઇ સાધવાણી , ઘનશ્યામભાઈ દુલાણી, સમાજનાં અગ્રણી સંજયભાઈ દુલાણી ઉર્ફે કાલીભાઈ સહિતનાં આગેવાનો અને કાર્યકરો સહિત સમગ્ર સિંધી સમાજનાં ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

9428428127


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.