‘અર્હમ યુવા સેવા ગ્રુપ’ અને એનીમલ હેલ્પલાઈન દ્વારા પંદર દિવસ સુધી, દરરોજ વિવિધ સ્થળોએ નિ:શુલ્ક કુંડા–માળા વિતરણ કાર્યક્રમ - At This Time

‘અર્હમ યુવા સેવા ગ્રુપ’ અને એનીમલ હેલ્પલાઈન દ્વારા પંદર દિવસ સુધી, દરરોજ વિવિધ સ્થળોએ નિ:શુલ્ક કુંડા–માળા વિતરણ કાર્યક્રમ


‘અર્હમ યુવા સેવા ગ્રુપ’ અને એનીમલ હેલ્પલાઈન દ્વારા પંદર દિવસ સુધી, દરરોજ વિવિધ સ્થળોએ નિ:શુલ્ક કુંડા–માળા વિતરણ કાર્યક્રમ

રાજકોટ રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’ અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા પંદર દિવસ સુધી, દરરોજ વિવિધ સ્થળોએ નિ:શુલ્ક કુંડા, માળા વિતરણ રાખવામાં આવ્યું છે. ઉનાળાનાં ધોમધખતા તાપમાં પક્ષીઓને આંશિક શાતા આપવા માળા–પીવાનાં પાણીની કુંડી 'રામપાતર' અને ગાયોની પાણી પીવાની કુંડી મુકવા જોઈએ. જેમ માણસને ગરમીમાં વધુ તરસ લાગે છે તેમ પશુ, પક્ષીઓ પણ ઉનાળાનાં ધોમધખતા તાપમાનમાં ખુબ જ તરસ્યા હોય છે. આવા જીવંત જીવોની તરસ છીપાવવા માટે પાણી મુખ્ય સ્રોત છે. જે માટે પશુ કલ્યાણ સંસ્થાઓ, પ્રાણી પ્રેમીઓ, વ્યક્તિઓ દ્વારા પશુ, પક્ષીઓનાં પાણી પીવાના રામપાતરનું વિતરણ કરવામાં આવતું હોય છે. પશુ, પક્ષીઓ માટે ધાબા પર, ઘરની બહાર કે સ્વચ્છ સ્થળોએ પાણીના બાઉલ મૂકવા જેથી તે ઉનાળામાં તેમની તરસ છીપાવી શકે. પાણીના દૂષણને ટાળવા તથા પાત્રને ગંદા થવાથી અટકાવવા માટે બાઉલને સાફ કરવા અને દરરોજ તેમાં પાણી બદલવું જોઈએ.

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’ અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા તારીખ 21 માર્ચથી 4 એપ્રિલ સુધી પંદર દિવસ સુધી, દરરોજ વિવિધ સ્થળોએ નિ:શુલ્ક કુંડા, માળા વિતરણ રાખવામાં આવ્યું છે. 21 માર્ચે, મંગળવારનાં રોજ મહુડી ચોક, 150 ફૂટ રીંગ રોડ, 22 માર્ચ, બુધવારે સ્પીડ વેલ પાર્ટી પ્લોટ – હવેલી પાસે, 23 માર્ચ, ગુરુવારનાં રોજ નાગેશ્વર પાર્શ્વનાથ મંદિર, 24 માર્ચ શુક્રવારે આકાશવાણી ચોક, 25 માર્ચ શનિવારે પ્રેમ મંદિર, 26 માર્ચ રવિવારે જુબેલી ગાર્ડેન ચબુતરો, 27 માર્ચ સોમવારે હનુમાન મઢી ચોક પાસે, 28 માર્ચ મંગળવારે આશાપુરા મંદિર – પેલેસ રોડ પાસે, 29 માર્ચ બુધવારે કોટેચા ચોક, 30 માર્ચ ગુરુવારે પુ. રણછોડદાસજી બાપુ આશ્રમ – કુવાડવા રોડ, 31 માર્ચ શુક્રવારે મણિયાર દેરાસર, 1 એપ્રિલ શનિવારે બાલાજી મંદિર – ભુપેન્દ્ર રોડ, 2 એપ્રિલ રવિવારે રેસકોર્ષ – ક્રિકેટ સ્ટેડીયમ પાસે, 3 એપ્રિલ સોમવારે ધારેશ્વર મંદિર ભક્તિનગર સર્કલ અને 4 એપ્રિલ મંગળવારે મહાવીર સ્વામી ચોક (એસ્ટ્રોન ચોક) પર દરરોજ સવારે 7:15 થી 8:30 વાગ્યા સુધી નિ:શુલ્ક કુંડા, માળા વિતરણ રાખવામાં આવ્યું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.