વિસાવદર તાલુકાના છાલડાં ગામે ગાજવીજ સાથે કમોસમી વરસાદ.પડ્યો - At This Time

વિસાવદર તાલુકાના છાલડાં ગામે ગાજવીજ સાથે કમોસમી વરસાદ.પડ્યો


વિસાવદર તાલુકાના છાલડાં ગામે ગાજવીજ સાથે કમોસમી વરસાદ.
વિસાવદર તાલુકા તેમજ આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમાં આજે બપોરના એક વાગે અચાનક વાતાવરણ બદલી ગયું હતું. એકાએક વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની જડી પડી હતી. સાથે પાવનના સુસવાટા અને વાવાજોડા જેવા વાતાવરણ સાથે વરસાદ પડ્યો હતો.
આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાજનક બન્યો છે. હાલ ખેતરોમાં પાકને નુકશાન થવાની ભીતિ ઉભી થઇ છે.આ સાથે વિસાવદર ના ગ્રામ્ય વિસ્તાર જેવાકે રૂપાવટી સિરવાણીયા છાલડાં , વગેરે વિસ્તારોમાં સાથે વરસાદ પડ્યો હતો. જેને કારણે ખેડૂતોનો મોલ જે ધવ ધાણા જેવા પાકો વાડીમાં ત્યાર થયેલ હતા તે નુકસાની વેઠવાનો વારો આવીગયો ગયો છે. આ કમોસમી વરસાદને કારણે દરેક આમ પ્રજાને પણ નુકશાનકારક બન્યો છે. લોકોમાં ચિંતાનું મોજું ફરીવળ્યું છે.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.