આટકોટ ગુંદાળા ચોકડી પાસે ઝેરી દવા પી લેનાર મનસુખનું રાજકોટમાં મોત
આટકોટ ગુંદાળા ચોકડી પાસે ઝેરી દવા પી લેનાર મનસુખનું રાજકોટમાં મોત
સગાઇ થતી ન હોય લાગી આવતા યુવાને પગલું ભર્યું
મળતી વિગત મુજબ આટકોટના કૈલાશનગરમાં રહેતા મનસુખ ગોવિંદભાઇ કલાલીયા (ઉવ.૨૫) એ ગઇ કાલે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે જસદણ બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મૃતક મનસુખ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો હતો તેની સગાઇ થતી ન હોય તેથી તેણે આ પગલું ન ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આટકોટ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.