બી એસ એફ 123 બટાલિયન દ્વારા ફ્રી નિદાન કેમ્પ અને પ્રા શાળા ના બાળકોને રમત ગમત કિટ વિતરણનુ આયોજન કરવામાં આવ્યું હતું
એટ ધીસ ટાઈમ ન્યૂઝ વાવ
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના અસારા ખાતે બી એસ એફ 123મી બટાલિયન બોર્ડર સિક્યુરિટી ફોર્સની ઓફિસ દાંતીવાડા ગુજરાત દ્રારા ફ્રી મેડિકલ કેમ્પનું અને શાળાના બાળકોને રમત ગમત કિટ વિતરણનુ આયોજન કરવામાં આવ્યું હતું
સીમા સુરક્ષા દળ બી એસ એફ 123 બટાલિયન, દાંતીવાડા દ્વારા શનિવારે અસારવાસ તથા અસારા ગામ ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન અને શાળાના બાળકો માટે રમત ગમત કિટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં 123 બટાલિયનના સેકન્ડ કમાન્ડિંગ ઓફિસર શ્રી પરમાનંદ શુક્લાની હાજરીમાં દાંતીવાડાના 123 બટાલિયનના કમાન્ડન્ટ શ્રી ગુરિન્દર સિંઘ દ્વારા રીબીન કાપી કેમ્પનું શુભ ઉદ્ઘાટન કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં ડૉ. પંગા શ્રવંતી ડેપ્યુટી કમાન્ડન્ટ/સિનિયર મેડિકલ ઓફિસર, ડૉ. યોગેશ દવે, CHC સુઈગામ, ડૉ. કિરણ ભાઈ, મેડિકલ ઑફિસર, PHC માવસરી અને અન્ય પેરામેડિકલ સ્ટાફ, હાજર રહ્યા હતા તથા અસારાવાસ ના સરપંચ શ્રી બબાજી રાજપૂત તથા અસારા ગામ ના સરપંચ શ્રી જોધાજી રતાજી રાજપૂત, તથા વાવ તાલુકા પ્રમુખશ્રી ના પતિ વિહાજી વાઘાજી રાજપૂત અને પોલીસ સબ ઇન્સ્પેકટર એ.જી.રબારી, વાવ પોલીસ સ્ટેશન પણ હાજર હતા. કેમ્પમાં, અસારાવાસ તથા ગામ અને તેની આસપાસના ગામો (અસારાગામ વાસ, ખરડોલ, ચતરપુરા અને બુકણા વગેરે ગામોના 200 જેટલા ગ્રામજનોને તબીબી તપાસ અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સીમા સુરક્ષા દળ, બી એસ એફ 123 બટાલિયન દ્વારા અનુક્રમે ગામ અસારાવાસ અને અસારગામની શ્રી પ્રાથમિક શાળાઓમાં નાગરિક કાર્યવાહી કાર્યક્રમના વડા શ્રી ગુરિન્દર સિંઘ, કમાન્ડન્ટ 123 બટાલિયન ની હાજરીમાં દિપ પ્રાગટય કરી પ્રા શાળા માં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત સીમા સુરક્ષા દળના અધિકારીઓનુ શાલ ઓઢાડીને અસારા વાસ સરપંચ તથા ગ્રામ જનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સીમા સુરક્ષા દળના અધિકારીઓ દ્વારા શાાળાના વિદ્યાર્થીઓને રમતગમત સંબંધિત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અસારા ગામ પ્રા શાળાના આચાર્ય શ્રી ત્રિવેદી વિજય ભાઈ અને. અસારા વાસ પ્રા શા આચાર્ય શ્રી પટેલ ગણેશભાઈ, તથા અસારાવાસ ના સરપંચ શ્રી બબાજી રાજપૂત અને અસારાગામ ના સરપંચ શ્રી જોધાજી રતાજી રાજપૂત તથા વાવ તાલુકાના પ્રમુખ ના પતિ શ્રી વિહાજી વાઘાજી રાજપૂત ની અધ્યક્ષતામાં બાળકો દ્વાારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા જેવા કે રાજસ્થાની લોકગીતો અને દેશભક્તિ.ગીતોની રજૂઆત અને પિરામિડ બાંધકામ. આ દરમિયાન મુખ્ય મહેમાન દ્વારા શાળાના વિદ્યાર્થીઓને રમત ગમત પ્રત્યે જાગૃત થવા અને ઉત્સાહભેર ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે શાળા સંચાલન અને નજીકના ગામોના રહેવાસીઓનો સમાવેશ થાય છે, જેની હાજરીમાં શાળાના વિદ્યાર્થીઓને રમત ગમત પ્રત્યે જાગૃત રહેવા અને ઉત્સાહપૂર્વક ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
રીપોર્ટ બાય
એટ ધીસ ટાઈમ ન્યૂઝ વાવ
રણછોડસિંહ એસ ચૌહાણ વાવ સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.