દામનગર પાલિકા શાસકો પ્રજા ના પેસા થી ઝાકમઝોળ ખાનગી જગ્યા અને સદસ્ય ની મિલ્કતો ની ચારે તરફ જાહેર સ્ટ્રીટ લાઈટો રાત્રે મોતી પોરવતા હશે ? - At This Time

દામનગર પાલિકા શાસકો પ્રજા ના પેસા થી ઝાકમઝોળ ખાનગી જગ્યા અને સદસ્ય ની મિલ્કતો ની ચારે તરફ જાહેર સ્ટ્રીટ લાઈટો રાત્રે મોતી પોરવતા હશે ?


દામનગરમાં મુખ્ય બજારમાં અંધારાનો વિકાસ ધારાસભ્ય યોગ્ય કરશે કે વિરોધ પક્ષ..!!?

પ્રજા ના પેસા થી ઝાકમઝોળ ખાનગી જગ્યા અને સદસ્ય ની મિલ્કતો ની ચારે તરફ જાહેર સ્ટ્રીટ લાઈટો રાત્રે મોતી પોરવતા હશે ?

શહેર ની વસ્તી ઘટી છેલ્લા એક વર્ષ માં જાહેર સ્ટ્રીટ લાઈટો બમણી કેમ ?

દામનગર આખ્ખા દેશમાં પ્રાથમિક સુવિધા સ્વસ્છતા અભિયાન ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.તેમજ કોઈ ઘર અને પરિવાર કોઈપણ વિસ્તારમાં રહેતું હોય તેઓને પાણી અને વીજળીની પ્રાથમિક સુવિધાઓ મળવી જોઇએ એમ હું નથી કહેતો સરકાર અને અદાલતે પણ જાહેરાત કરી છે જેમ ગેરકાયદેસર બાંધકામો કે મકાનો હોય તેની ઈમ્પેક્ટ ફી લઈને કાયદેસરતા આપી દેવામાં આવતી હોય તો કોઈ ગરીબ પરિવાર પાણી અને વીજ જોડાણ માટે અરજી કરે અને પછી તેમની અરજી કોઈપણ રીતે ફંગોળવામાં આવે તો સરકાર નો અભિગમ ક્યા જાય છે....!! અહી વાત છે દામનગર નગરપાલિકાની હદમાં આવતી મુખ્ય બજારમાં એક રહીશે દૂધની દુકાન પાસે ફોકસ કે લેમ્પ મૂકવા માટે ત્રણેક મહિના થયા છતાં પણ અરજીનો યોગ્ય ઉકેલ લાવવામાં નથી આવ્યો...તો શું મુખ્ય બજારમાં થી કોઈ દિવસે તો ઠીક રાત્રીના સમયે કોઈ પસાર થતું નહિ હોય..!! રાત્રીના સમયે આખલાના કારણે અહીથી પસાર થવું ભારે થઈ પડે છે ધારાસભ્ય જ્યારે જ્યારે વેપારીઓને કે નાગરિકોને મળવા આવે છે ત્યારે સંગઠનના કાર્યકરો કેમ ક્યારેય પૂછતા નથી કે તમારે દિવસે કે રાત્રીના સમયે કોઈ તકલીફ કે સમસ્યા નથીને માત્ર ચૂટાવા થી કે આગેવાન થઈ જવાથી લોકોની સેવા થઈ શકતી નથી..ખરેખર જો સમાજની સેવા કરવી હોય તો મહત્વના પ્રશ્નોનો દરેકને સાથે રાખીને ગમ્મે તેવા પ્રશ્નો કે સમસ્યાઓ હલ થઈ શકે..!! એક મંત્ર કાયમ સંભળાય છે..મોદી હે તો મુમકિન હે....તો અહિયા મુમકિન ન થઈ શકે...થઈ શકે ઈચ્છાશક્તિ હોય તો જરૂર થી થઈ.શકે....પણ ...પરંતુ....પછી...આવા બધા નકારાત્મક વિચારધારા છોડીને સત્તાના કે સંગઠનના માધ્યમ થી સેવા કરી શકાય. અમુક વિસ્તાર માં અધારું ઉલેચતા લોકો ને જાહેર સ્ટ્રીટ લાઈટ નથી અને ચૂંટાયેલ સભ્યો ના મકાન ફરતે ઝાકમઝોળ કરાય છે અમુક સ્ટ્રીટ લાઈટ ઓ દિવસ રાત સતત શરૂ રહે છે એક વર્ષ માં જાહેર સ્ટ્રીટ લાઈટ બમણા થી વધી ગઈ ધારાસભ્ય અને પ્રાદેશિક કમિશનર તંત્ર ધ્યાન આપે તે જરૂરી એકજ જગ્યા એક પ્લોટ માં ૫૦ થી વધુ વીજ પોલ ઉભા કરતું તંત્ર ઠાંસા રોડ મફત પ્લોટ જવા ના રસ્તે એક પણ જાહેર સ્ટ્રીટ લાઈટ નથી મૂકી બેશર્મી ની હદ વટાવતું તંત્ર શરમ કરે શરમ

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.