‘વિશ્વેશ ઇન્સ્ટીટયુટ ઓફ નેચરોપથી એન્ડ યોગ’ દ્વારા ‘નેચરોપથી એન્ડ યોગ’ વિષય પર સેમિનારનું આયોજન - At This Time

‘વિશ્વેશ ઇન્સ્ટીટયુટ ઓફ નેચરોપથી એન્ડ યોગ’ દ્વારા ‘નેચરોપથી એન્ડ યોગ’ વિષય પર સેમિનારનું આયોજન


‘વિશ્વેશ ઇન્સ્ટીટયુટ ઓફ નેચરોપથી એન્ડ યોગ’ દ્વારા ‘નેચરોપથી એન્ડ યોગ’ વિષય પર સેમિનારનું આયોજન

રાજકોટ ‘વિશ્વેશ ઇન્સ્ટીટયુટ ઓફ નેચરોપથી એન્ડ યોગ’ છેલ્લા ઘણા વર્ષોથી ‘નેચરોપથી એન્ડ યોગ’ વિષે સમાજમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરે છે તેમજ કોઈપણ રોગીને નિરોગી કરવા નિ:શુલ્ક, ટેબલેટ લેસ સારવાર પણ આપે છે. સંસ્થા દ્વારા શરદી, ઉધરસ, તાવ જેવા તીવ્ર રોગોથી લઈને કેન્સર, કીડની અને લીવરનાં રોગો જેવા જીર્ણ રોગોની પણ સારવાર પ્રાકૃતિક રીતે કેવી રીતે કરવી તેની જાણકારી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ઘણા વિદ્યાર્થીઓ ત્યાં ‘નેચરોપથી એન્ડ યોગ’ વિષે શિક્ષણ લઇ ચુક્યા છે. પ્રાકૃતિક ચિકિત્સા એટલે પ્રકૃતિનાં પાંચ તત્વો આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી જેવા તત્વો પર આધારિત ચિકિત્સા ‘નેચરોપથી’ વિષે વિશેષ જ્ઞાન આપવાના તેમજ સમાજમાં પ્રાકૃતિક ચિકિત્સા પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી ‘વિશ્વેશ ઇન્સ્ટીટયુટ ઓફ નેચરોપથી એન્ડ યોગ’ દ્વારા 12 માર્ચે, રવિવારનાં રોજ સવારે 11:00 થી 12:30 દરમિયાન સંસ્થાની NDDY ની 21 મી બેચનાં પ્રવેશોત્સવ વખતે નિષ્ણાંત વક્તાઓ દ્વારા ‘પ્રાકૃતિક ચિકિત્સા – ભારતીય ધરોહર’ વિષે માર્ગદર્શન આપવામાં આવશે. કોર્સ/કાર્યક્રમમાં રસ ધરાવનાર વ્યક્તિઓએ દિક્ષેશ પાઠક (મો. 9825077023) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.