રાજકોટ મ્યુનિ.એ એક વર્ષમાં ઇ-બાઇક ખરીદનાર 605 લોકોને 1-1 હજારની અને સાયકલ ખરીદનાર 3851 લોકોને 5-5 હજારની સબસિડી અપાઇ
રાજકોટ શહેરમાં દિવસેને દિવસે વધતા જતા પ્રદૂષણને ઘટાડવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ચાલુ નાણાકીય વર્ષમાં સાયકલની ખરીદી કરનાર 3,851 લોકોને મનપા દ્વારા સબસિડી ચૂકવવામાં આવી છે. જ્યારે ઇ-બાઇકની ખરીદી કરનાર 605 શહેરીજનોને રૂ.5 હજાર સબસિડી આપવામાં આવી છે. હાલ મનપા દ્વારા ભારતીય બનાવટની સાયકલની ખરીદી કરનાર પરિવાર દિઠ રૂ.1000ની સબસિડી આપવામાં આવી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.