બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમની મદદથી રીક્ષામાં ભૂલી ગયેલ બેગ પરત અપાવતી બોટાદ પોલીસ
બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમની મદદથી રીક્ષામાં ભૂલી ગયેલ બેગ પરત અપાવતી બોટાદ પોલીસ
ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલિયા સાહેબ તથા ઈ/ચા પોલીસ અધિક્ષક એ.એ.સૈયદ સાહેબની સુચના દ્વારા તથા વિભાગીય પોલીસ અધિકારી,
મહર્ષિ રાવલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં ટેકનોલોજી સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) નો ઉપયોગ કરી લોકોને ઉપયોગી બની સેવા કરવા સુચના આપેલ જે સુચનાની અમલવારી કરાવવામાં આવી રહી છે.
તા.૦૭/૦૩/૨૦૨૩ ના રોજ એક અરજદાર અત્રેના સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) ખાતે આવેલ અને જણાવેલ કે, તા.૦૬/૦૩/૨૦૨૩ ના સાંજે રેલ્વે સ્ટેશનથી ના ક.૨૦/૦૦ થી ક.૨૧/૦૦ વાગ્યા દરમ્યાન તેઓ રેલ્વે સ્ટેશનથી રિક્ષામાં બેસી ભાવનગર સર્કલ જતા રિક્ષામાં બેગ ભૂલી ગયેલ જેમાં આશરે રૂપિયા ૩૦૦૦/-કિંમતના કપડા હોય અને આ બાબતે બોટાદ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલ ત્યારબાદ તેઓએ ઘણી શોધખોળ કરવા છતાં મળેલ નહી, જેથી તેઓએ બોટાદ પોલીસની મદદ માંગતા સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) નો સંપર્ક કરી સઘળી હકીકત જણાવતા ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. વાય.એન.ડાભી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ફરજ પરના નેત્રમના સર્વેલન્સના પોલીસ કર્મચારી (૧) અના.પો.કો., ધર્મેશભાઈ અરવિંદભાઈ જીડીયા, (૨) અના.પો.કો., પંકજભાઇ સામતભાઇ પરમાર, (૩) આર્મ.લોકરક્ષક, સંદિપકુમાર ગીરીશભાઈ રાઠોડ, (૪) આર્મ.વુ.લોકરક્ષક, હેતલબેન રમેશભાઇ પરમાર નાઓએ બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાનું રેકોર્ડિંગ તેમજ ITMS સોફ્ટવેરની મદદથી રિક્ષા નો રજી.નં. GJ-12-AU-0307 શોધી કાઢી અને રિક્ષાચાલકનો સંપર્ક કરી અરજદારને ભૂલી ગયેલ બેગ પરત અપાવેલ છે.
મુદામાલઃ-
(૧) રિક્ષામાં બેગ ભૂલી ગયેલ જેમાં આશરે રૂપિયા ૩૦૦૦/- કિંમતના કપડા પરત અપાવેલ.
Report by
Ashraf jangad
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.