રાત્રે રંગે રમતા લોકોને દેકારો કરવાની ના પાડતા યુવતી પર નિર્લજ્જ હુમલો - At This Time

રાત્રે રંગે રમતા લોકોને દેકારો કરવાની ના પાડતા યુવતી પર નિર્લજ્જ હુમલો


150 ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક, નંદનવન આવાસમાં બનેલો બનાવ

શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ, નાણાવટી ચોક પાસે આવેલા નંદનવન આવાસમાં રહેતી લક્ષ્મી હકાભાઇ વાળા નામની યુવતિએ પાડોશમાં જ રહેતા શૈલેષ નટુ ઝાલા, તેની માતા, શૈલેષની પત્ની ભાવિની અને શૈલેષની બહેન ભાવના સામે માર મારી શૈલેષે શારીરિક અડપલાં કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાવી છે.

યુવતીની ફરિયાદ મુજબ, ગત મોડી રાતે પોતે માતા સાથે તેમના ઘરે સૂતા હતા. ત્યારે સોસાયટીમાં જ રહેતા શૈલેષ સહિતનાઓ દેકારો કરી રંગે રમતા હતા. જેથી માતાએ તેમને દેકારો ન કરવાની અને થોડે દૂર જતા રહેવા જણાવ્યું હતું. તેમ છતા તેઓ દૂર જવાને બદલે વધુ દેકારો મચાવ્યો હતો. પોતે ઘરમાંથી બહાર આવતા શૈલેષે પોતાને ગાળો ભાંડી પોતાની નજીક આવી પોતાના કપડાં ખેંચી શારીરિક છેડછાડ કરવા લાગ્યો હતો. જેને કારણે ઝપાઝપી થતા શૈલેષે પોતાનો ડ્રેસ પણ ફાડી નાખ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.