રંગે રમતા શખ્સોને ટપારવા ગયેલી યુવતીના કપડાં ફાડી નિર્લજ્જ હુમલો
નાણાવટી ચોક પાસે નંદનવન આરએમસી ક્વાર્ટર માં રહેતી યુવતીએ પોતાની ફરિયાદમાં શૈલેષભાઈ નટુભાઈ ઝાલા(મોચી) ,શૈલેષના મમ્મી, શૈલેષની પત્ની ભાવીની અને શૈલેષની બહેન ભાવના વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસમાં છેડતી,મારામારી અને એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું અમારા ઘર નજીક દુકાન ચલાવુ છું અને પરિવાર સાથે રહુ છું. રાત્રીના અમે બધા ઘરે સુતા હતા.ત્યારે રાત્રે સાડા બારેક વાગ્યે અમારી જ સોસાયટીમાં પાછળના બ્લોક્માં રહેતા શૈલેષ નટુભાઈ ઝાલા અને બીજા છોકરાઓ રાત્રે રંગે રમતા હતા અને જોર જોરથી અવાજ કરતા હોય
જેથી મારી માતાએ અવાજ ન કરવાની અને ઘર પાસેથી જતા રહેવા માટે કહેલ છતા ગયા નહી અને અમો બહાર આવતા આ શૈલેષ મને ગાળો આપવા લાગ્યો ત્યારે મે તેને ત્યાથી જતા રહેવાનુ કહેતા તે ઉશ્કેરાઈ અને મારી પાસે આવી મને પકડી ડ્રેશની કુર્તી કોલરના ભાગેથી પકડી બીભત્સ ચેનચાળા કરવા લાગ્યો ત્યારે જપા જપી થતા મારો ડ્રેશ ગળા પાસેથી થોડો ફાટી ગયો હતો.બાદમાં હું નીચે પડી જતા મને ગળાના ભાગે શૈલેષના નખ લાગવાથી ઉજરડા પડી ગયા હતા. મે દેકારો કરતા શૈલેષના મમ્મી જેનુ નામ મને ખબર નથી,શૈલેષની પત્ની ભાવીની,શૈલેષની બહેન ભાવના ત્યા આવી ગયા હતા.
આ ત્રણેય પણ મને ગાળો આપવા લાગ્યા અને ભાવના બોલવા લાગેલ કે હું વકીલ નુ ભણુ છુ કોઈનાથી ડરતી નથી તારે જેને બોલાવવા હોય એને બોલાવી લે તમારા જેવા માણસોને અહી રહેવાજ નથી દેવા તમે શુ ધંધા કરો છો તે અમને ખબર છે.તેવુ કહી અને મારા તથા મારા માતાના ચારીત્ર વિષે અપમાનજનક શબ્દો બોલવા લાગ્યા હતા.જેથી અમે ડરી જતા મેં 100 નંબર પર પોલીસ ને ફોન કર્યો ત્યારે બીજા છોકરાઓ જતા રહ્યા હતા.પરંતુ આ શૈલેષ ત્યાજ હાજર હતો અને કહેવા લાગ્યો કે જેને ફોન કરવો હોય તે કરી લે અહી જ રમાશે અને ગાળો આપવા લાગેલ તેવામાં પોલીસની ગાડી આવી જતા આ શૈલેષ ત્યાથી ભાગી ગયો હતો.આ મામલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.