26 લાખમાં મકાન ખરીદ્યું,પરંતુ દસ્તાવેજ કરી નહીં આપતા વૃધ્ધે ઝેર પીધું
રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા મંગલ પાર્કમાં રહેતા વૃદ્ધે બે શખ્સો થી કંટાળી ઝેરી દવા ગટગટાવી લીધી હતી.તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.તેઓના જણાવ્યા મુજબ,તેમણે મંગલ પાર્કમાં ચાર વર્ષ પહેલા 26 લાખનું મકાન લીધું હતું.જે વ્યક્તિ પાસેથી મકાન લીધું તેમને નાણાં ચૂકવી દીધા છતાં પણ બંને શખ્સો એ દસ્તાવેજ નહીં કરી આપતા તેઓએ આ પગલું ભરી લીધાનો સ્યુસાઇડ નોટમાં આક્ષેપ કર્યો છે.આ સમગ્ર બનાવમાં આજીડેમ પોલીસ મથકના સ્ટાફે વૃદ્ધ નું નિવેદન નોંધવા તજવીજ શરૂ કરી છે.
બનાવની વધુ વિગતો મુજબ કોઠારીયા રોડ મંગલ પાર્ક શેરી નંબર 4 માં રહેતા મનસુખભાઈ મોહનભાઈ ઘરનારા નામના 60 વર્ષના વૃદ્ધ આજે સવારના સમયે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે એન્ટ્રી નોંધી આજીડેમ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ સ્ટાફ મનસુખભાઈનું નિવેદન લેવા સિવિલ હોસ્પિટલે દોડી ગયો હતો મનસુખભાઈ મજૂરી કામ કરે છે તેમને સંતાનમાં બે પુત્ર અને ત્રણ દીકરી છે.
તેઓના આક્ષેપ મુજબ,મંગલ પાર્કમાં તેમણે રોહિત સુખદેવ ચૌહાણ અને વિપુલ સુખદેવ ચૌહાણ પાસેથી ચાર વર્ષ પહેલા 26 લાખના મકાનનો સોદો કર્યો હતો.ત્યારબાદ તેઓએ રૂપિયા દસ લાખ પચાસ હજાર રોકડા આપ્યા હતા અને બાકીના નાણાં ન હોય જેથી બગસરા તાલુકાના શીલાણા ગામે સાડા ત્રણ વિઘા જમીનનો સાટાખત કરાવી દીધો હતો.જે બાકીના નાણાં ચૂકવી દીધા બાદ આ સાટા ખત રદ કરવાનું નક્કી થયું હતું.આ નાણાં ચૂકવી દીધા બાદ પણ આ લોકોએ મકાનનો દસ્તાવેજ કરી આપતા નહોતા કે જમીનનો સાટા ખત પણ રદ કરતા નહોતા.તેમજ મકાનનું નળ કનેક્શન અને અને મીટર કનેક્શન પણ આ લોકોએ કપાવી નાખ્યું છે.વૃદ્ધ પાસેથી મળેલી સ્યુસાઇડ નોટના આધારે પોલીસે વધુ તપાસ આદરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.