જસદણમાં પાટીદાર શૈક્ષણીક ભવન ખાતે ઐતિહાસિક લાપસી પ્રસાદ મહોત્સવ ઉજવાયો, ભવ્ય શોભાયાત્રા નીકળી હજારો લૉકૉ ઍ પ્રસાદ લીધૉ
જસદણમાં પાટીદાર શૈક્ષણીક ભવન ખાતે ઐતિહાસિક લાપસી પ્રસાદ મહોત્સવ ઉજવાયો, ભવ્ય શોભાયાત્રા નીકળી હજારો લૉકૉ ઍ પ્રસાદ લીધૉ
- આ કાર્યક્રમ દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયુષ મેળાનું પણ આયોજન કરાયું હતું.
- ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ, ઉમિયાધામના પ્રમુખ બાબુભાઈ પટેલ સહીતના પાટીદાર સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ઈતિહાસ રચાયૉ.
જસદણમાં આટકોટ રોડ ઉપર આવેલા પાટીદાર શૈક્ષણીક ભવન ખાતે શહેરના ચિતલીયા રોડ પર આવેલ હીરપરા સમાજની વાડી માં ખૉડલ મંદિર ખાતેથી લાપસી પ્રસાદ મહોત્સવ અંતર્ગત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો સહિતના બહોળી સંખ્યામાં જોડાયા હતા આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરીને પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે પહોંચી હતી અને ત્યાં શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ શોભાયાત્રા દરમિયાન શહેરના વિવિધ રાજમાર્ગો પર કલાકૃતિ અને જુદા-જુદા શણગારેલા ફલોટ સાથે વાહનો નીકળ્યા હતા. જસદણમાં યોજાયેલ લાપસી પ્રસાદ મહોત્સવમાં ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ, ઉમિયાધામ સંસ્થા-ઊંઝાના પ્રમુખ બાબુભાઈ પટેલ સહીત પાટીદાર સમાજના મોટાગજાના રાજકીય અને સામાજીક આગેવાનો હાજર રહ્યા હતા. જસદણ પંથકમાં લાપસી પ્રસાદનું પ્રથમ વખત આયોજન થયું હોવાથી પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંજે 5 વાગ્યે પ્રાસંગીક પ્રવચનો અને સંતોના આશીર્વાદ સાથે સભા યોજાઈ હતી. બાદમાં સાંજે 7 વાગ્યાથી લાપસીનો પ્રસાદ હજારો પાટીદારો દ્વારા લેવામાં આવ્યો હતો. બાદમાં રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિરણ ગજેરા, હિતેશ અંટાળા, લાલુ માળવીયા, યોગીતા પટેલ, સાગર પટેલ, મિલન તળાવીયા સહીતના કલાકારોએ હાસ્ય ભજન ડાયરાની રમઝટ બોલાવી હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયુષ મેળો યોજાયો, પાટીદાર સમાજના લોકો ઉમટી પડ્યા.
જસદણમાં યોજાયેલ લાપસી પ્રસાદ મહોત્સવના કાર્યક્રમ દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, આયુષ કચેરી ગાંધીનગર, જીલ્લા પંચાયત રાજકોટ અને સરકારી આયુર્વેદીક હોસ્પીટલનાં સંયુકત ઉપક્રમે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આયુષ મેળાનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું. આ આયુષ મેળામાં પાટીદાર સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં જસદણ- વિંછીયા પંથકના હજારો પાટીદારો ઉપસ્થિત રહ્યા હોવાથી સ્થાનીક તંત્ર દ્વારા કોઈ અડચણ ઉભી ન થાય તે માટે પોલીસ દ્વારા યોગ્ય વ્યવસ્થા રાખવામાં આવી હતી.
આ મહોત્સવમાં લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનો પ્રથમવાર એકમંચ પર જોવા મળ્યા હતા.
જસદણમાં યોજાયેલ લાપસી પ્રસાદ મહોત્સવ કાર્યક્રમમાં પાટીદાર શૈક્ષણિક ભવનના પ્રણેતા દિનેશભાઈ બાંભણિયા નું અદકેરુ સન્માન કરવામાં આવ્યું હતું ખોડલધામ કાગવડના પ્રમુખ નરેશભાઈ પટેલ, ઉમિયાધામ સંસ્થા-ઊંઝાના પ્રમુખ બાબુભાઈ પટેલ, પરબધામના મહંત કરશનદાસબાપુ, સ્વામીનારાયણ ગુરૂકુળ-રાજકોટના શ્રૃતીપ્રકાશદાસજી, પુષ્ટીમાર્ગીય વૈષ્ણવાચાર્ય મધુસુદનલાલજી, રામકુંડ આશ્રમ અંકલેશ્વરના મહંત ગંગાદાસબાપુ, સ્વામીનારાયણ મંદિર-ગઢડાના એસ.પી.સ્વામી સહીતના સંતો-મહંતો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના અતિથી વિશેષ તરીકે પાસના હાર્દિક પટેલ, લાલજીભાઈ પટેલ, અલ્પેશ કથીરીયા સહીત પાટીદાર સમાજના અનેક દાતાઓ તેમજ આગેવાનો હાજર રહ્યા હતા આ તકે પાટીદાર શૈક્ષણિક ભવનના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણિયાએ ઉપસ્થિત તમામ આગેવાનો સંતો મહંતૉ કાર્યકરો સ્વયંસેવકો અને સમાજના ભાઈઓ બહેનોનૉ માં ઉમા ખોડલના જય જય કાર સાથે આભાર પ્રગટ કર્યો હતો.
રિપોર્ટર નરૅશ ચૉહલીયા જસદણ
મૉ 9662480148
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.