ઉદાર વ્યક્તિ ગામ વચ્ચે ઉભેલ ઘટાટોપ વૃક્ષ સમાન છે લાઠી દુધાળા ટોડા કેરાળા શ્રી જરખડીયા હનુમાનજી ના દર્શને જતા શ્રધ્ધાળુ માટે પુલ નું નિર્માણ કરી લોકાર્પણ કરતા ધોળકિયા - At This Time

ઉદાર વ્યક્તિ ગામ વચ્ચે ઉભેલ ઘટાટોપ વૃક્ષ સમાન છે લાઠી દુધાળા ટોડા કેરાળા શ્રી જરખડીયા હનુમાનજી ના દર્શને જતા શ્રધ્ધાળુ માટે પુલ નું નિર્માણ કરી લોકાર્પણ કરતા ધોળકિયા


"ઉદાર વ્યક્તિ ગામ વચ્ચે ઉભેલ ઘટાટોપ વૃક્ષ સમાન છે"
લાઠી દુધાળા ટોડા કેરાળા શ્રી જરખડીયા હનુમાનજી ના દર્શને જતા શ્રધ્ધાળુ માટે પુલ નું નિર્માણ કરી લોકાર્પણ કરતા ધોળકિયા

લાઠી તાલુકા ના હાલ સુરત સ્થિત રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી ગોવિદભાઈ ધોળકિયા પરિવાર દ્વારા લાઠી ટોડા કેરાળા દૂધાળા શહેરી અને ગ્રામ્ય ને જોડતા પુલ થી પ્રસિદ્ધ જરખડીયા હનુમાનજી મંદિર ના દર્શને જતા શ્રધ્ધાળુ ભાવિકો ને ભારે મુશ્કેલી માંથી કાયમી મુક્તિ આપતા લાખો ના ખર્ચે પુલ નું નિર્માણ કાર્ય કરી આપનાર ઉદારદિલ દાતા ગોવિદભાઈ ધોળકિયા પરિવાર ના આર્થિક સહયોગ થી ગ્રામવિકાસ માં મહત્વના આ પુલ નું સ્વ ખર્ચે નિર્માણ કાર્ય પૂર્ણ કરી લોકભોગ્ય માટે ખુલ્લો મુક્યો હતો શ્રી રાકેશભાઈ ધોળકીયા ના વ્યકિતગત માર્ગદર્શન અને દુરંદેશી એ લોકો ની સરળતા ના શુભભાવના સાથે લાઠી ગામના શ્રધ્ધાળુઓને ચોમાસા દરમ્યાન શ્રી જરખડીયા હનુમાનજીના દર્શને આવવા જવામાં પડતી મુશ્કેલીને ધ્યાને લઈ સંપૂર્ણ દાતાના સહયોગથી બનાવેલ પુલનું આજરોજ ઉદ્ઘાટન મા.શ્રી અરજણભાઈ ધોળકીયાના હસ્તે કરેલ આ તકે લાઠી ટોડા કેરાળા દુધાળા એમ ચાર ગ્રામ્ય ના સ્થાનિક અગ્રણી સેવાભાવી લોકો શ્રી વજુભાઈ શંકર શ્રી કાળુભાઈ ભીકડીયા શ્રી રામજીભાઈ ગુજરાતી શ્રી ઘનશ્યામભાઈ બોદર શ્રી કનુભાઈ સોલંકી શ્રી વિનુભાઈશ્રી ધીરૂભાઈ મકરૂબીયા, શ્રી મુકેશભાઈ પડસાળા શ્રી લાખાભાઈ કથીરીયા શ્રી જેઠાભાઈ ચાંદપરા વિગેરે ની ઉપસ્થિતિ માં પુલ નું લોકાર્પણ કરાયું હતું આ પુલ થી ચાર જેટલા ગ્રામ્ય માં આનંદ ની લાગણી વ્યાપી ગઈ છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.