શ્રી સુન્દરમ્ પ્રાયમરી સ્કૂલ & શિવધારા વિદ્યાલય બોટાદ મા ૧૬ મો વાર્ષિક દિન ઉજવવામાંઉમાં આવ્યો - At This Time

શ્રી સુન્દરમ્ પ્રાયમરી સ્કૂલ & શિવધારા વિદ્યાલય બોટાદ મા ૧૬ મો વાર્ષિક દિન ઉજવવામાંઉમાં આવ્યો


શ્રી સુન્દરમ્ પ્રાયમરી સ્કૂલ & શિવધારા વિદ્યાલય બોટાદ મા ૧૬ મો વાર્ષિક દિન ઉજવવામાંઉમાં આવ્યો

ઉમાં એજ્યુકેશનલ & ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળા ઉપક્રમે તારીખ - ૦૪/૦૩/૨૦૨૩ ના રોજ_૧૬મો “વાર્ષિક દિન” ઉજવવામાં આવ્યો. જેમાં મુખ્ય મહેમાન વાઘેલાસાહેબ (ચીફ ઓફિસર બોટાદ) ,અતિથિ વિશેષ તરીકે પરમ પૂજ્ય મહંત શ્રી નિર્મળાનંદજી (મહંત શ્રી નવહથ્થા હનુમાન) એ હાજરી આપી વાર્ષિક દિનની શોભા વધારી હતી. વાર્ષિક દિનમાં સ્કૂલના વહીવટી સંચાલકશ્રી ડી.એન.રાછડીયા સાહેબ, પ્રિન્સિપાલ શ્રી જયદીપભાઈ નાવડિયા તથા આચાર્યાશ્રી રાધિકાબેન્ શુક્લ અને સર્વ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહની શરૂઆત પ્રાર્થના, યુનિર્વસીટી ગીત અને દિપપ્રાગટ્ય ત્યારબાદ સૌ આમંત્રિત મહેમાનોનું સ્કૂલ કમિટિના સેક્રેટરી શ્રી_ડી.એન.રાછડિયા સાહેબે એ શાબ્દીક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સ્કૂલ ના આચાર્ય શ્રી જયદીપભાઈ નાવડિયા એ પ્રેઝન્ટેશન ધ્વારા વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો અને વર્ષ દરમિયાન કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ અને સ્કૂલ ની સિધ્ધિઓ વર્ણવી હતી.

કાર્યક્રમના મુખ્ય મહેમાન વાઘેલાસરે તેમના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને કથનમાંથી પ્રેરણા લેવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતુ કે ઇચ્છાશક્તિ અને સતત ખંત ધ્વારા વિદ્યાર્થીઓ ઉજ્જવળ ભવિષ્યનું નિમાર્ણ કરી સમાજ અને દેશને આગળ વધારી શકે છે. અંતમાં તેમણે વિદ્યાર્થીઓને તેમના વિચાર, વલણ અને વ્યવહારમાં સુધારા ધ્વારા અનેક ઉચ્ચ સિધ્ધીઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી સંસ્થા પરીવાર ને આભાર વ્યક્ત કર્યો હતો.

અતિથિ વિશેષ શ્રી મહંત શ્રી એ તેમના આશિર્વચન માં વિદ્યાર્થીઓને તેમના જીવનમાં આવેલ નિષ્ફળતાઓ અને પડકારી અને કેવી રીતે સફળતાપૂર્વક સામનો કરી શકાય તે અંગે રસપ્રદ વાતો કરી હતી તેમણે વિદ્યાર્થીઓને હાર્ડવર્ક, શાર્પવર્ક અને સ્માર્ટવર્ક જેવી વિભાવનાઓ ઉદાહરણ, આપી સમજાવ્યુ કે વ્યક્તિએ નિરૂત્સાહ થયા વિના પોતાની મનત જાળવી રાખવી જોઇએ. ઉદબોધનનાં અંતે તેમણે વિદ્યાર્થીઓને અને સ્કૂલ નાં અધ્યાપકોને શિક્ષણ એ મૂલ્યાવાન પ્રક્રિયા છે એ યાદ રાખવા અનુરોધ કર્યો હતો.

સમારોહના અધ્યક્ષ શ્રી એ તેમના ઉદબોધનમાં સ્કૂલની પ્રગતિ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના વિદ્યાર્થી જીવનનાં અનુભવોની વાત કરી વિદ્યાર્થીઓને જણાવ્યુ હતુ કે સમાજનું ભવિષ્ય વિદ્યાર્થીઓના હાથમાં છે. તેમણે વાર્ષિક દિન વાર્ષિક ઉત્સવમાં ભાગ લેનાર તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

વાર્ષિક સમારંભના અંતે સમગ્ર સ્ટાફ ધ્વારા મહેમાનોને યાદગીરી ભેટ મેમેન્ટો અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યુ હતું. સ્કૂલ ના વ્યાખ્યાતા રાધિકા બહેને એ સમારોહમાં ઉપસ્થિત રહેવા બદલ સૌ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

સમગ્ર સમારંભનું આયોજન ડી.એન.રાછડિયા સાહેબ ના નેતૃત્વ કેઠળ કરવામાં આવ્યુ હતું. આમ બોટાદ જીલ્લાની શ્રી સુન્દરમ્ પ્રાયમરી સ્કૂલ & શિવધારા વિદ્યાલય માં ખૂબ ઉત્સાપૂર્વક અને રંગેચંગે વાર્ષિકોત્સવ ઉજવાઈ ગયો.

Report By Nikunj Chauhan
8488966828


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.