ટ્રાવેલ્સના ધંધાર્થી પાસેથી લગ્નમાં બે કાર ભાડે લઈ ગયેલો ગઠિયો પલાયન - At This Time

ટ્રાવેલ્સના ધંધાર્થી પાસેથી લગ્નમાં બે કાર ભાડે લઈ ગયેલો ગઠિયો પલાયન


રાજકોટના મવડી પ્લોટમાં માયાણીનગર શેરી નં. 6માં રહેતા અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતા ધવલભાઈ સુરેશભાઈ બોરીચા (ઉ.વ.30) અને જેના પાર્ટનર પાસેથી લગ્ન પ્રસંગમાં ચાર દિવસ માટે ગાડી ભાડે લઇ જવાનું કહી બે કાર લઇને ગયેલો ખુશરુ હસીનાબેન ફોગ(રહે. મોવિયા રોડ,ગોંડલ)એ કાર પરત નહીં આપી છેતરપિંડી કર્યાની માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.આ મામલે આરોપીને સકંજામાં લેવા તજવીજ આદરી છે. ધવલે ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે પાર્ટનરશીપમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે.ગઇ તા. 1ના તેના પાર્ટનર ધવલભાઈ એરંડાના ઓળખીતા આરોપી ખુસરૂ કે જે ગોંડલ રહે છે.
તેણે તેના પાર્ટનરને ફોન કરી ‘મારે લગ્ન પ્રસંગ હોય ચાર દિવસ માટે ક્રેટા કાર ભાડે જોઇએ છે’ તેમ કહેતા તેના પાર્ટનરે ક્રેટા હાલ ભાડે ગઈ છે.આવતીકાલે આવી જશે.તેનું રોજનું ભાડુ 4000 થશે તેમ કહ્યું હતું. જેથી બીજા દિવસે તા.2ના આરોપીએ ફરીથી ફોન કરી કાર ક્યારે આવશે?તેમ પૂછતા તેણે સાંજે પાંચ વાગ્યે આવી જશે અને લઇ જવાનું કહેતા આરોપી ગાડી લેવા આવ્યો હતો.તેના પાર્ટનર પાસેથી તેના માલિકીની કાર મવડી ચોકડી બ્રીજ નીચે સોંપાઇ હતી. ત્યારબાદ ગઇ તા.6/1ના તેને તેના પાર્ટનરનો ફોન આવ્યો હતો અને તેના ઓળખીતા આરોપી ખુસરૂ કે જે ક્રેટા કાર ભાડે ગઇ ગયો છે તેને કાર હજુ વધારે દિવસ ભાડે રાખવી છે અને બીજી આઈ-20 કાર પણ ચાર દિવસ પૂરતી ભાડે જોઇએ છે. એક દિવસના 2200 રૂપિયા ભાડુ આપશે તેમ કહેતા કાર રાત્રિના આરોપીને આપી હતી.
ચાર દિવસ બાદ તેણે તેના પાર્ટનરને આપણી ગાડીનું શું થયું ? ચાર દિવસ થઇ ગયા, ફોન કરો તેમ કહેતા તેણે આરોપીને ફોન કર્યો હતો.આ સમયે આરોપીએ મારે હજુ ગાડીની 15 દિવસની જરૂરત છે.હું તમને ભાડુ આપી દઇશ તેમ વાત કરી હતી.ત્યારબાદ તેણે તેના પાર્ટનરને આ વ્યક્તિ બરાબર છે કે નહીં? ગાડીનું શું છે ? તેમ પૂછતા અને ગાડીમાં લગાવેલા જીપીએસના લોકેશન ટ્રેસ કરતા લોકેશન આવ્યું ન હતું. જેથી તેને શંકા જતા આરોપીને ફોન કરવાનું ચાલુ કરતા ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા.આજ સુધી તેણે કાર પરત નહીં આપતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.