બોટાદ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ ( SPC) ની પોલીસ અધિક્ષક ની કચેરી ખાતે કરવામાં આવી ફિલ્ડ વિઝીટ
બોટાદ જિલ્લા પોલીસ " સુરક્ષા સેતુ સોસાયટી" અંતર્ગત, ' સ્ટુડન્ટ પોલીસ કેડેટ ' ( SPC) ની પોલીસ અધિક્ષકશ્રી ની કચેરી ખાતે કરવામાં આવી "ફિલ્ડ વિઝીટ"
સ્વસ્થ સમાજના નિર્માણના ઉદ્દેશ્યથી તેમજ રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસના અભિગમને સફળ બનાવવા સારું રાજ્ય સરકારશ્રી ના ગૃહ વિભાગ દ્વારા ૨૦૧૪ થી ગુજરાત રાજ્યમાં *સ્ટુડન્ટ પોલીસ કેડેટ* નામનો પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે.
જે અંતર્ગત બોટાદ જિલ્લા પોલીસ " સુરક્ષા સેતુ સોસાયટી" હેઠળ બોટાદ જિલ્લામાં આ અભિગમને આગળ વધારવા તેમજ સફળ બનાવવા માટેના ભાગરૂપે અવનવા કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.
જે અનુસંધાને આ વર્ષે ૨૦૨૨-૨૩ દરમિયાન જિલ્લાના *૨૬૪* જેટલા સ્ટુડન્ટ પોલીસ કેડેટસ્ ને તાલીમ આપવામાં આવે છે, આ ઉપરાંત બોટાદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાની શાળાઓમાં જઈને કેડેટને બેઝિક તાલીમ ની સાથે સાથે આવનારા સમયમાં બાળકો કે જે આવનારી પેઢીનું ભવિષ્ય છે તેઓને પોલીસ પરત્વે, સમાજ પરત્વે હકારાત્મક સમજ કેળવાય તે સારું સમજ આપવામાં આવે છે.
આજ રોજ બોટાદ જિલ્લા પોલીસ "સુરક્ષા સેતુ સોસાયટી" અંતર્ગત ' સ્ટુડન્ટ પોલીસ કેડેટ ' ના નોડલ અધિકારી એ.એ.સૈયદ ડી.વાય.એસ.પી. હેડ ક્વાર્ટર નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ SPC ના અભ્યાસક્રમ ને અનુલક્ષી ને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ની કચેરી ખાતે *ફિલ્ડ વિઝિટ* ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. જેમાં જિલ્લાના ગઢડા, બોટાદ તેમજ ઢસા પોલીસ સ્ટેશનના કુલ ૧૩૨ કેડેટ ને પોલીસ અધિક્ષક ની કચેરી કે જેમાં કચેરીની તમામ શાખાઓ અને તેમની કામગીરી , પોલીસ હેડ ક્વાર્ટર કે જેમાં રાયફલ કોત રૂમ , માઉન્ટેડ ની વિઝીટ કરાવવામાં આવી. આ ઉપરાંત બાળકોમાં ઉત્સાહ જળવાઈ રહે તે માટે નાસ્તાનું આયોજન કરવામાં આવેલ.
આ કાર્યક્રમ દરમિયાન તમામ પોલીસ કેડેટે સાહેબ સાથે રૂબરૂ સંવાદ કરી ભવિષ્યમાં તેમને થનારા ફાયદા અંગે માર્ગદર્શન મેળવ્યું તેમજ પોલીસ ની કાયદો અને વ્યવસ્થા ની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓની પણ સમજ મેળવી.
આમ આવનારા સમયમાં બોટાદ જિલ્લા પોલીસ દ્વારા અમલી " છે*સ્ટુડન્ટ પોલીસ કેડેટ* " રાજ્યમાં અગ્રેસર રહી સફળ પુરવાર થશે એ દિવસ દૂર નથી જે બોટાદ જિલ્લા પોલીસની વધુ એક સફળતાનો ભાગ બની જશે....
Report by
Ashraf jangad
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.