ડૉ. સુભાષ યુનિવર્સિટી, જુનાગઢ ખાતે ભવ્ય ઈવેન્ટ “તરંગ – ૨૦૨૩” માં ગુજરાતી ફોલ્ક ફ્યુઝન ગીતો થી સાંત્વની ત્રિવેદી એ ઉપસ્થિત સૌ યુવા હૈયાઓંને મંત્રમુગ્ધ કર્યા.
ડૉ. સુભાષ યુનિવર્સિટી એ જૂનાગઢ ક્ષેત્રની જાણીતી શૈક્ષણિક સંસ્થા છે જે માત્ર સંસ્થામાં અપાતા શિક્ષણ માટેના સમર્પણ માટે જ નહીં, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન આયોજિત વિવિધ સાંસ્કૃતિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ માટે જાણીતી છે ડૉ. સુભાષ યુનિવર્સિટી સમયાંતરે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરે છે. શિક્ષણ પ્રત્યેના સમર્પણને જોતા ગુજરાત સરકાર દ્વારા જૂન-૨૦૨૨ માં તેમને એક ખાનગી યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે.
તા. ૨૪ ફેબ્રુઆરી એ ડૉ. સુભાષ યુનિવર્સિટી દ્વારા બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટ "તરંગ-2023"નું આયોજન કરવામાં આવ્યું હતું જે વર્ષની મેગા ઇવેન્ટ હતી. આ ઇવેન્ટમાં શાર્ક ટેન્ક, સાયન્સ ક્વિઝ, હેકાથોન, બ્રિજ-ઓ-મેનિયા, રોડીઝ અને ઘણી બધી પેટા ઇવેન્ટનો સમાવેશ થાય છે, લગભગ 5000 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આ ઇવેન્ટની સફળતામાં યોગદાન આપ્યું હતું. જેમાં ખાસ કરીને શાર્ક ટેન્ક અને હેકાથોન જેવી ઈવેન્ટ્સ યુવાનોમાં ઈનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપ માટે જાગૃતિ લાવે છે.
રાત્રે, દેશ-વિદેશ માં ખ્યાતનામ ફોલ્ક ફૂઝ્ન સિંગર મિસ સંત્વની ત્રિવેદીનો મ્યુઝિકલ કોન્સર્ટ યોજવામાં આવ્યો હતો. જેમણે તેમની ગાયકી અને ફોક અને ફ્યુઝન ગરબા સાથે યુવા હૈયાઓમાં એક અલગ જ જોશ પૂરો પાડ્યો હતો, ખાસ વાત એ હતી કે આ સમગ્ર આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ હતું , જે વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણોને વિકસિત કરે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.