સાબરકાંઠા જિલ્લામાં-: હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ સુઝુકી કંપનીની બર્ગમેન મોપેડના અનડીટેક્ટ ગુનાનો નેત્રમ કમાન્ડ - At This Time

સાબરકાંઠા જિલ્લામાં-: હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ સુઝુકી કંપનીની બર્ગમેન મોપેડના અનડીટેક્ટ ગુનાનો નેત્રમ કમાન્ડ


સાબરકાંઠા જિલ્લામાં-: હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ સુઝુકી કંપનીની બર્ગમેન મોપેડના અનડીટેક્ટ ગુનાનો નેત્રમ કમાન્ડ કંન્ટ્રોલ તેમજ પોકેટ કોપની મદદથી ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ સુઝુકી કંપનીની બર્ગમેન મોપેડ તેમજ ચોરી કરવામાં વપરાયેલ મોટર સાયકલ સાથે બે ઇસમને પકડી પાડતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ........
----------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-: પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ, ગાંધીનગરનાઓએ વાહન ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય.જે અન્વયે પોલીસ અધિક્ષક વિશાલકુમાર વાઘેલા સાબરકાંઠાનાઓએ આપેલ સુચના અન્વયે વિભાગીય પોલીસ અધિકારી એ.કે.પટેલ હિંમતનગર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન એ પાર્ટ નં-૧૧૨૦૯૦૧૭૨૩૦૦૧૯ /૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯ મુજબની ફરીયાદ અગાઉ તા.૨૭/૦૨/૨૦૨૩ ન રોજ દાખલ થયેલ જે કામે સુઝુકી કંપનીની બર્ગમેન મોપેડ નંબર જી.જે.-૦૯-ડી.એલ.૦૭૭૦ કિ.રૂ. ૬૦,૦૦૦/- ની ચોરાયેલ હોય સદર ગુન્હો શોધી કાઢી મુદ્દામાલ રીકવર કરવા સારૂ અમો વાય.બી.બારોટ પોલીસ સબ ઇન્સપેક્ટર તથા આસિસ્ટન્ટ પોલીસ કોનસ્ટેબલ ચંદુભાઇ નાનજીભાઇ તથા આસિસ્ટન્ટ પોલીસ કોનસ્ટેબલ ભાવેશસિંહ રામસિંહ તથા લોકરક્ષક કુલદીપકુમાર અજયભાઇ તથા આસિસ્ટન્ટ પોલીસ કોનસ્ટેબલ રાકેશસિંહ જસવંતસિંહનાઓ તે દિશામાં સતત પ્રયત્નશીલ રહેલ.દરમ્યાન નેત્રમ કમાન્ડ કંન્ટ્રોલ રૂમના સીસીટીવી ફુટેજ ચેક કરતાં ચોરાયેલ મોપેડ સાથે એક શંકાસ્પદ મોટર સાયકલ નજરે પડેલ..

જે શંકાસ્પદ મોટર સાયકલના માલીક બાબતે પોકેટ કોપથી માહીતી મેળવી આ મોટર સાયકલના માલીકની પુછપરછ કરી આરોપીઓના નામ મેળવેલ અને આ ચોરાયેલ મોપેડ તેમજ ચોરી કરવામાં વપરાયેલ મોટર સાયકલ સાથે બે આરોપીઓ જેમાં અબ્દુલરહેમાન અબ્દુલરસીદ વિજાપુરા ઉ.વ-૩૭ રહે.મહોબતપુરા (તાજપુરી) તા.હિંમતનગર,જીગ્નેશકુમાર રણછોડભાઇ પટેલ ઉ.વ.૩૫ રહે.૧૦૬,રઘુકુલ એપાર્ટમેન્ટ મહેતાપુરા,કિંમનનગરને પકડી પાડી ગણતરીના કલાકોમાં અનડીટેક્ટ ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરેલ છે.ગુન્હાના કામે રીકવર કરેલ મુદ્દામાલ -સુઝુકી કંપનીની બર્ગમેન મોપેડ નંબર જી.જે.-૦૯-ડી.એલ.૦૭૭૦ કિ.રૂ. ૬૦,૦૦૦,ટીવીએસ વિક્ટર મોટર સાયકલ નંબર-જી.જે.-૦૯-એસ.-૨૭૩૬ કિ.રૂ.૧૦,૦૦૦.

રિપોર્ટર-:
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.