સાયલા ના ઢેઢુંકી પાસે સહજાનંદ ગૌશાળા ખાતે પ્રાકૃતિક ખેતી વિષે નો લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો.
હાલ માં લોકો પ્રાકૃતિક ખેતી છોડીને આધુનિક ખેતી તરફ વધારે દોડે છે ત્યારે ખુબજ ખુશીની વાત બિનરાજકિય, બિનસાંપ્રદાયિક, બિનજ્ઞાતિ, ફકતને ફકત પ્રકૃતિરક્ષા,ઝેરમૂકત જીવન, ઝેરમૂકત વિશ્વ,ગાય આધારિત કૃષિ વિષય પર આજે તા, 28.-02-2023 નાં દિને સાયલા તાલુકાના ઢેઢુકી ગામે સહજાનંદ ગૌશાળાએ જોરુભાઇ વેગડ દ્રારા ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું, જેમા આદરણીય મનસુખભાઇ સુવાગીયા એ( પ્રમુખશ્રી જલક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ) ખેડૂતોને ગાય આધારિત કૃષિ તરફ વાળવા ધારદાર પ્રેરક પ્રવચન આપ્યુ, તેમજ દ, શ્રી રામકુભાઇ ખાચર સાહેબ ( ઉપ પ્રમુખશ્રી જલક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ) દ્રારા ગૌસંસ્કૃતિને જીવંત રાખવા અનુરોધ કરવામાં આવ્યો ,તેમજ પુ, મહંત મહારાજશ્રી કિશોરબાપુ (લાખાબાપુની જગ્યા સોનગઢ) આશીર્વચન પાઠવતા જણાવ્યું કે આવા કલ્યાણકારી સેમિનાર દરેક ગામમા થાય તેવી ભગવાન રામચંદ્રજીને પ્રાર્થના કરીએ તેમજ અમો સંતો તમારી સાથે જ છીએ, તથા ભનુભાઈ ખવડ દ્વારા તેમના ઐતિહાસિક અનુભવ વિષે લોકો વાકેફ કર્યા હતા.
તેમજ કાર્યક્રમમાં કથાકારશ્રી અવધેશભાઇ શાસ્ત્રીજી, આગાખાન એરિયા મેનેજરશ્રી સુનિતાબેન, વિસ્તરણ અધિકારીશ્રી મનસુખભાઇ, પશુ ડોકટરશ્રી રાકેશભાઇ ,આત્મા પ્રોજેક્ટમાથી જગદીશભાઇ તથા જયંતીભાઈ અને આગાખાનમાથી યોગેશભાઇ હાજર રહ્યા હતા તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના પાચ તાલુકાના ગાય આધારિત કૃષિ કરતા ખેડૂતોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી આનંદની લાગણી અનુભવી, આ કાર્યક્રમ સફળ બનાવવા જોરુભાઇ સાથે આત્મા પ્રોજેકટ, આગાખાન ટ્રસ્ટ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.
સમગ્ર કાર્યક્રમ નું સ્ટેજ સંચાલન ભનુભાઈ ખવડ તથા આયોજન જોરુભાઈ વેગડ સહજાનંદ ગૌશાળા ઢેઢૂકી દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.