ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલી માનસિક-શારીરિક અસ્વસ્થ મહિલાને 181 અભયમ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું - At This Time

ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલી માનસિક-શારીરિક અસ્વસ્થ મહિલાને 181 અભયમ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું


રાજકોટમાં 40 વર્ષની શારીરિક અને માનસિક અસ્વસ્થ મહિલાને 181 અભયમ હેલ્પલાઇન દ્વારા તેના પિયરે સુરક્ષિત પહોંચવામાં આવી હતી. સારા ઘરની જણાતી એક મહિલા રસ્તા પર ગુમસુમ હાલતમાં સુતેલી મળી આવતા એક જાગૃત નાગરિકે 181 અભયમ હેલ્પલાઈન ઉપર ફોન કર્યો હતો. આથી 181 અભયમ ટીમના કાઉન્સિલર વૈશાલી ચૌહાણ, કોન્સ્ટેબલ મુક્તાબેન અને ડ્રાઈવર બીપીનભાઈ ઘટનાસ્થળે પહોચ્યા હતા.

181 અભયમની ટીમને પીડિતા માનસિક અને શારીરિક રીતે અસ્વસ્થ જણાઇ હતી. વૈશાલીબેન દ્વારા લાંબા સમય સુધી કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, મહિલાને 2 સંતાન છે અને તેમના પતિ અને પુત્રએ ત્રણ મહિના પહેલાં તેમને ઘરેથી કાઢી મૂક્યા છે. ત્યારબાદ મહિલા પિયરમાં રહેવા જતા રહ્યા હતા. મહિલાને ગેંગરીનની બીમારીના કારણે પગ કાળો પડતા પગ કપાવી નાખવો પડ્યો હતો. આના કારણે મહિલાને ચાલવામાં તકલીફ થતી હતી. તેમજ ઘરકામમાં મદદ કરી શકતા નહોતા. જેથી ભાભી સાથે ઘરકામ બાબતે ઝઘડા થતા હતા. મહિલા કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.