સાબરકાંઠા જિલ્લાના-: પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાંથી બે ઇસમોને માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૪ કિલો ૮૩૦ ગ્રામ,કિંમત રૂપિયા-૪૮,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી…
સાબરકાંઠા જિલ્લાના-: પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાંથી બે ઇસમોને માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૪ કિલો ૮૩૦ ગ્રામ,કિંમત રૂપિયા-૪૮,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.....
-----------------------------------------------------------------------------------------------------------------------
પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ, ગાંધીનગરનાઓએ એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી કરવા તથા એન.ડી.પી.એસ.ના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય..
જે અન્વયે પોલીસ અધિક્ષક વિશાલકુમાર વાઘેલા સાબરકાંઠાનાઓએ આપેલ સુચના અન્વયે પોલિસ ઇન્સ્પેક્ટર એન.એન.રબારી એસ.ઓ.જી. સાબરકાંઠાનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફ પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન ખાનગી બાતમી હક્તિ અન્વયે પ્રાંતિજ થી મજરા જતા હાઇ વે-રોડ ઉપર મજરા ગામના પુલ ચડતાં, મજરા તા.પ્રાંતિજ જી.સાબરકાંઠા ખાતેથી મહિન્દ્ર પીક અપ બોલેરો રજી નં-HR 39 F 8428 વાળા ડાલાની પાછળના ભાગે બેસેલ આરોપી જેમાં નક્ષત્રમલ સન ઓફ દેવકિશન નાનાલાલજી ગુજ્જર ઉ.વ.૪૬ રહે.નવાનીયા તા.વલ્લભનગર જી. ઉદેપુર રાજસ્થાન,તુલસીરામ ભેરૂલાલ કીર ઉ.વ.- ૩૩ રહે. કીરખેડા પોસ્ટ-ટુંડીયા, તા.માવલી જી.ઉદેપુર રાજસ્થાનવાળા પાસેથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૪ કીલો ૮૩૦ ગ્રામ કિમત રૂપિયા-૪૮,૩૦૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતાં સદરી બન્ને આરોપોઓ વિરૂધ્ધ પ્રાંતિજ પોલિસ સ્ટેશન પાર્ટ બી.ગુ.ર.નં-૧૧૨૦૯૦૪૧૨૩૦૧૩૮/૨૦૨૩ ધી એન.ડી.પી.એસ.એક્ટ ૧૯૮૫ ની કલમ-૮ (સી),૨૦ (બી), ૨૯ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે..
કામગીરી કરનાર અધિકારીઓના નામ જેમાં એન.એન.રબારી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી.આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ રજનીકાન્તસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અપેન્દ્રસિંહ નટવરસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નિકુંજકુમાર નરસિંહભાઇ,રોહિતકુમાર બાબુભાઇ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઇ જેઠાભાઇ,આમ, એસ.ઓ.જી.સાબરકાંઠાને માદક પદાર્થ ગાંજાનો કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા.....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.