રાજકોટમાં એક અઠવાડિયામાં ડેન્ગ્યુનો 1, શરદી-ઉધરસના 447 અને ઝાડા-ઊલ્ટીના 102 કેસ નોંધાયા - At This Time

રાજકોટમાં એક અઠવાડિયામાં ડેન્ગ્યુનો 1, શરદી-ઉધરસના 447 અને ઝાડા-ઊલ્ટીના 102 કેસ નોંધાયા


રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે હાલ મિશ્ર વાતાવરણને કારણે સિઝનલ રોગચાળામાં વધારો થયો છે. શહેરમાં એક અઠવાડિયામાં ડેન્ગ્યુનો 1, શરદી-ઉધરસના 447, તાવના 51 અને ઝાડા-ઊલ્ટીના 102 કેસ નોંધાયા છે. મ્યુનિ.ની વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 20થી 26 ફેબ્રુઆરી સુધીમાં 6,679 ઘરમાં પોરાનાશક કામગીરી અને 317 ઘરમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.