રાજકોટના આજીડેમ બાદ ન્યારી 1 ડેમમાં સૌની યોજના મારફત નર્મદા નીર ઠાલલાવનું શરૂ
ઉનાળાનો પ્રારંભ થયો નથી ત્યાં સૌરાષ્ટ્રમાં જળસંકટ ઘેરું બને તેવી શક્યતા સેવાઇ રહી છે. હાલની પરિસ્થિતિમાં જળસંગ્રહ સૌથી ઓછો છે. સૌરાષ્ટ્રના 141 ડેમોમાં માત્ર 42.22 ટકા જળસંગ્રહ રહ્યો છે. જેના પગલે આગામી ઉનાળામાં પાણી પ્રશ્ન સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે અને સૌરાષ્ટ્રનો મુખ્ય મદાર નર્મદાનીરની આવક ઉપર રહે તેવી શક્યતા છે. હાલ રાજકોટના આજી બાદ ન્યારી 1 ડેમમાં નર્મદા નીર ઠાલવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.