રાજકોટમાં 150 પરિવારને વિખૂટાં પડતાં બચાવ્યાં, હવે અકસ્માત અટકાવવા વાહનચાલકોને સમજાવશે
નાની-નાની વાતમાં ઘર-પરિવારમાં સાસુ-વહુ, ભાઈ- ભાઇ, પતિ-પત્ની, તેમજ દેરાણી-જેઠાણી વચ્ચે ઝઘડા થતા હોય છે. ત્યારે રાજકોટની સાથ સેવા સંગઠન નામની સામાજિક સંસ્થાએ છેલ્લા 10 મહિનામાં અનેક લોકોની સમસ્યા સાંભળી તેનું સમાધાન આપ્યું છે. અને આ રીતે 150થી વધુ પરિવારનો માળો વિખેરાતા બચાવ્યો છે. આ સંસ્થાના એક સભ્યએ તાજેતરમાં સવારે અમીન માર્ગ પર વિદ્યાર્થીનો અકસ્માત થતા જોયો હતો. ત્યારે અકસ્માતો અટકે તે માટે જાહેર માર્ગો પર ઊભા રહીને વાહનચાલકોને સમજાવશે. આ સંસ્થામાં કુલ 100 સભ્ય છે. અકસ્માતો અટકે તે માટે એક સભ્યએ પોતાનો વિચાર મૂક્યો અને અન્ય 99 સભ્યે તેને વધાવી લીધો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.