ધંધુકા નગરપાલિકા માં વર્તમાન ચૂંટાયેલ બોડીની મુદત પૂર્ણ થતાં વહીવટદારનું શાસન - At This Time

ધંધુકા નગરપાલિકા માં વર્તમાન ચૂંટાયેલ બોડીની મુદત પૂર્ણ થતાં વહીવટદારનું શાસન


અમદાવાદ જીલ્લાની ધંધુકા નગરપાલિકા માં વર્તમાન ચૂંટાયેલ બોડીની મુદત પૂર્ણ થતાં વહીવટદારનું શાસન
વહીવટદાર અધિકારીની નિમણૂક ન થાય ત્યાં સુધી પાલિકાનું સુકાન CO સંભાળશે
ઓબીસી અનામત મુદ્દે કાયદાકીય ગૂંચને લઇ ચૂંટણીઓ પાછી ઠેલાઇ
ધંધુકા પાલિકામાં સત્તા પક્ષની મુદ્દત તા.૨૪મી ફેબ્રુઆરીએ પુર્ણ થઇ અને આજથી પાલિકામાં વહીવટદારનું શાસન શરૂ થનાર છે. ઓબીસી અનામતના મુદ્દે કાયદાકીય ગૂંચને લઈ રાજ્યભરની પાલિકાઓ અને અન્ય પંચાયતી ચૂંટણીઓ પાછી દેવાઇ છે.
ધંધુકા નગરપાલિકામાં આજથી વહીવટદારનુ શાસન શરૂ થશે. પાલિકાની પ વર્ષ પૂર્વે ચૂંટાયેલ બોડીની મુદ્દત તા. ૨૪મી ફેબ્રુઆરીએ પુર્ણ થઇ છે. સત્તા પક્ષ દ્વારા તમામ નગરસેવકો અને સ્ટાફ માટે પ્રિતિભોજનુ પણ આયોજન કરાયુ હતુ. તા. ૨૫મી ફેબ્રુઆરીથી ધંધૂકા પલિકામાં વહીવટદારનુ શાસન શરૂ થઇ ગયુ છે. ઓબીસી અનામતના મુદ્દે પાછલા ઘણા સમયથી કોર્ટમાં ચુકાદો વિલંબીત છે. જેને લઇ હાલ ગુજરાતભરની પાલીકાઓ અને જિલ્લા પંચાયત બેઠકોની ચુંટણી હાલ પાછી ઠેલાઇ છે. કોર્ટના ચુકાદા બાદ જ આ ચૂંટણીઓ યોજાશે તેવુ મનાઈ રહયુ છે. ત્યારે ધંધુકા પાલીકામાં ચુંટાયેલ પાંખની મુદ્ન પુર્ણ થઈ ગઈ છે અને આજથી નિતિ વિષયક કોઇપણ નિર્ણય કરવાનો કોઇ અધિકાર આ બોડીના કોઇ પણ સદસ્ય પાસે રહેશે નહીં, ત્યારે જયાં સુધી સરકાર તરફથી વહીવટદાર અધિકારીની નિમણૂક ન થાય ત્યાં સુધી પાલિકાનું સુકાન ચીફ ઓફીસર સંભાળશે. નવી ચૂંટણી ન આવે ત્યાં સુધી વહીવટદારના શાસનમાં નગરના વિકાસ કાર્યો, સફાઈ, પાણી સહિતના વિવિધ પ્રશ્નોનો નિકાલ પણ ચીફ ઓફીસર તથા વહીવટદાર પાસે રહેશે. જો કે રાજકીય વર્તુળોના માનવા મુજબ આગામી બે ત્રણ મહીનામાં આ ચૂંટણીઓ પણ યોજાશે અને પ્રજા દ્વારા ચુંટાયેલ પ્રતિનિધિઓ ફરી પાલિકાનો વહીવટ સંભાળશે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.