"સેવ વોટર નહેરા જઈ રહ્યું છે" દામનગર શહેર માં કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની ગામડા માં જતી લાઈન માંથી બેફામ પીવા ના મીઠા પાણી નો વેડફાટ પણ ફરિયાદ કોને કરવી ? - At This Time

“સેવ વોટર નહેરા જઈ રહ્યું છે” દામનગર શહેર માં કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની ગામડા માં જતી લાઈન માંથી બેફામ પીવા ના મીઠા પાણી નો વેડફાટ પણ ફરિયાદ કોને કરવી ?


"સેવ વોટર નહેરા જઈ રહ્યું છે"
દામનગર શહેર માં કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની ગામડા માં જતી લાઈન માંથી બેફામ પીવા ના મીઠા પાણી નો વેડફાટ પણ ફરિયાદ કોને કરવી ?

દામનગર શહેર માં કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની ગામડા માં જતી લાઈન માંથી બેફામ પીવા ના મીઠા પાણી નો વેડફાટ પણ ફરિયાદ કોને કરવી ?
પોતા ના અંગત વેપાર ધંધા માં રચ્યા પચ્યા રહેતા ગુલાટી બાજ કર્મચારી સતત ગેર હાજર કે ઘેર હાજર ? એક બાજુ દામનગર શહેર ની જનતા પાણી માટે ટળવળી રહી છે અને બીજી બાજુ પાણી પુરવઠા ના રેઢિયાર તંત્ર ની બેદરકારી એ પીવા ના મીઠા નો આવો વેડફાટ કેમ?
કાળુભાર પાણી પુરવઠા તંત્ર એ સરકાર ની કચેરી નો ઇમલો અને ગામડા માં જતી લાઈનો નો ખુલ્લે આમ વેપલો કરી રોકડી કરતા તંત્ર ઉપર કોઈ નિયંત્રણ મુકાશે કે કેમ ? સરકાર કરોડો ના કેપિટલ એસેટ ના બજેટ ખર્ચ કરી છેવાડા ના માનવી સુધી પાણી પહોંચાડવા અને પાણી બચાવવા અભિયાનો પાછળ ખર્ચ કરી રહી છે ત્યારે બેદરકાર તંત્ર પોતા ની દુકાનો ચલાવવા માં રચ્યા પચ્યા રહે છે આટલો બધો મીઠા પીવા ના પાણી નો વેડફાટ સીધું નેહરા માં ભળી રહ્યું છે
ત્યારે દામનગર શહેર માં આવેલ કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના ગુલાટી બાજ કર્મચારી ઓની ધોર બેદરકારી એ આટલી મોટી માત્ર માં પીવા ના મીઠા પાણી નો વેડફાટ અટકાવવા કોઈ ફરિયાદ સાંભળનાર નથી ફરિયાદ કરવી કોને એક કર્મચારી એ નામ ન આપવા ની શરતે જણાવ્યું હતું કે ઉપર સુધી નોકરી નહિ કરવા માટે હપ્તા લેવાય છે સાચું હોય તો શરમ જનક કહેવાય કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના તંત્ર ઉપર કોઈ દેખરેખ ખરી ? દલા તરવાડી જેમ ગામડા માં જતી પીવા ના પાણી ની લાઈનો માંથી કર્મચારી ઓની કૃપા એ બેફામ કનેક્શનો વારંવાર લાઈનો માં ભંગાણ પણ તંત્ર ક્યાં ? અમુક કર્મચારી ઓતો અન્ય શહેરો માં વસવાટ કરી વગર નોકરી એ માત્ર પગાર મેળવે છે કાર્યપલ ઈજનેર અને એસી સુધી વારંવાર ફરિયાદો કરાય તેમ છતાં કોઈ પગલાં લેવાતા નથી
દામનગર શહેર ને ચાર દિવસે પણ જરૂરી પીવા નું પાણી મળતું નથી અને કાળુભાર પાણી પુરવઠા નું તંત્ર ક્યાં લડતું હશે રામ જાણે ? પીવા નું મીઠું પાણી અત્યારે નદી માં ભળી રહ્યું છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.