કેન્સર પીડિત હોવાનું જણાવી ગઠિયાએ યુવક પાસેથી રૂ.35 હજાર ખંખેર્યા
જૂના મોરબી રોડ પર આશાપુરા પાર્કમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતાં વિજય નાગદાનભાઇ કુંભારવાડિયા (ઉ.વ.34)એ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અભિલાશ તિવારી અને જિતેન્દ્રસિંઘના નામ આપ્યા હતા.તેઓની સામે બી ડિવિઝન પોલીસમાં છેતરપીંડી અંગેની ફરિયાદ નોંધાઈ છે.
વિજયે ફરિયાદમાં જણાવ્યું હતું કે,પોતે પરિવાર સાથે રહે છે અને હાલમા કન્ટ્રક્શન નું કામ કરે છે.તેઓને વર્ષ 2020માં તેના વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો.મેસેજ કરનારે પોતે કેન્સર પીડિત છે અને ભારતમાં રહેતા કેન્સર પીડિતોને આર્થિક મદદ કરવા ઇચ્છે છે તે માટે નામ સરનામું મોકલવાનું કહ્યું હતું અને બીજા દિવસે વીડિયો કોલ કર્યો હતો જેમાં ફોન કરનારે પોતે હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તેમજ પોતના નાકમાં નળી પણ લગાવી હોય વિજય તેની જાળમાં ફસાઇ ગયો હતો.
થોડા દિવસ બાદ વિજયને ફોન આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે, દિલ્હી કસ્ટમ ઓફિસેથી બોલે છે અને રોકડ ભરેલું પાર્સલ આવ્યું છે તે છોડાવવા માટે રૂ.35 હજાર કસ્ટમ ડ્યૂટી ભરવાની છે,વિજયે કસ્ટમ ડ્યૂટીના રૂ.35 હજાર ભરતા અભિલાશ અને જિતેન્દ્રસિંઘના ખાતામાં રકમ જમા થઇ ગઇ હતી.
બાદમાં વધુ રૂ.1,23,900ની માંગ કરતાં વિજયને પોતાની સાથે છેતરપિંડી થઇ રહ્યાનું માલુમ પડતા તેણે રકમ મોકલી નહોતી.આ મામલે બી ડીવીઝન પોલીસમાં બે શખ્સ સામે છેતરપીંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.