‘ગુડ બાય એન્ડ સોરી, મને કાંઈ વાંધો નથી, પણ ગમતું નથી, માથું બહુ દુખ્યા કરે છે’ લખી ગર્લ્સ હોસ્ટેલમાં ગળેફાંસો ખાધો
રાજકોટના સાધુ વાસવાણી રોડ નજીક ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દેવાંશી સરવૈયાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા અન્ય વિદ્યાર્થિનીઓ આઘાતમાં સરી પડી છે. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. પોલીસને દેવાંશીએ આપઘાત કરતા પહેલાં લખેલી સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં લખ્યું છે કે, ‘ગુડ બાય એન્ડ સોરી, મને કાંઈ વાંધો નથી, પણ ગમતું નથી, માથું બહુ દુખ્યા કરે છે’.
સુસાઇડ નોટ અક્ષરશઃ Good Bye and Sorry, મને કાંઈ વાંધો જ નથી, પણ મને નથી ગમતું. માથું બહુ જ દુખ્યા કરે છે. પપ્પા તમે કાંઈ ટેન્શન ન લેતા, Sorry પપ્પા મને માફ કરી દેજો. ભાઈ અને મમ્મી મને માફ કરી દેજો, ભાઈ મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજે. Bye I Love you mom and dad and Bhai.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.