રાજ્યમાં સૌ પ્રથમ બોટાદ જિલ્લાના ઉગામેડી ગામે નિર્માણ થયેલા ધર્મનંદન અમૃત સરોવરનું ડ્રોન વિડિયો કોન્ફરન્સ દ્વારા નિદર્શન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી - At This Time

રાજ્યમાં સૌ પ્રથમ બોટાદ જિલ્લાના ઉગામેડી ગામે નિર્માણ થયેલા ધર્મનંદન અમૃત સરોવરનું ડ્રોન વિડિયો કોન્ફરન્સ દ્વારા નિદર્શન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી


રાજ્યમાં સૌ પ્રથમ બોટાદ જિલ્લાના ઉગામેડી ગામે નિર્માણ થયેલા ધર્મનંદન અમૃત સરોવરનું ડ્રોન વિડિયો કોન્ફરન્સ દ્વારા નિદર્શન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમૃત મહોત્સવ અંતર્ગત લોકભાગીદારીથી તળાવનું નિર્માણ કરાયું : પ્રકૃતિ સંવર્ધન અને વિરાટ જળ સ્ત્રોત સાથે બોટીંગની સુવિદ્યા પણ ઉપલબ્ધ

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા શુભારંભ કરવામાં આવેલા અમૃત સરોવર અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામ ખાતે ધર્મનંદન અમૃત સરોવર નિર્માણ કરાયું છે. આ અમૃત સરોવરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાઈવ વીડિયો કોન્ફરન્સથી ડ્રોન મારફતે નિદર્શન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અમૃત સરોવરની લંબાઇ ૫૧૫ મીટર છે, જ્યારે સરોવરનો વિસ્તાર ૧૨.૭૪ એકર છે. અમૃત સરોવર બનાવવા પાછળ અંદાજીત ખર્ચ રૂ. ૬૩૦ લાખ થયો છે. આ અમૃત સરોવરની આજુબાજુ ૫૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તથા આ સરોવરમાં બોટીંગ પણ કરી શકાશે.

લાઈવ ડ્રોન નિદર્શનમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધનશ્યામભાઈ વિરાણી, જિલ્લા કલેક્ટર બીજલ શાહ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને નિવાસી અધિક કલેટર મુકેશ પરમાર સહિતના અધિકારીશ્રીઓ તેમજ ધર્મનંદન ડાયમન્ડના લાલજીભ પટેલ, સુરેશ ગોધાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.