ઇલેક્ટ્રિક એરકન્ડિશન સિટીબસમાં એક સપ્તાહમાં 3,69,637 શહેરીજનોએ મુસાફરીની મોજ માણી - At This Time

ઇલેક્ટ્રિક એરકન્ડિશન સિટીબસમાં એક સપ્તાહમાં 3,69,637 શહેરીજનોએ મુસાફરીની મોજ માણી


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસ સેવામાં તા.13થી તા.19 ફેબ્રુઆરી સુધીમાં કુલ 3, 69, 637 મુસાફરોએ મુસાફરી કરી હતી જેમાં સિટી બસમાં કુલ 1, 73, 320 મુસાફરો અને બીઆરટીએસ બસમાં કુલ 1, 96, 317 મુસાફરોએ મુસાફરી કરી હોવાનું મ્યુનિ.અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે નવી ઇલેક્ટ્રિક એરકન્ડિશન બસ સેવામાં મુકવામાં આવતા મુસાફરોની સંખ્યા ઝડપભેર વધી રહી છે. તદઉપરાંત લગ્ન ગાળો પણ અમુક અંશે કારણભૂત હોવાનું જણાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.