ભોમેશ્વર ફાટક પહોળું કરાશે ! સાંઢીયા પુલ પાસે ખાનગી જમીનમાં એલ.ઓ.પી.મુકવા વિચારણા
શહેરના જામનગર રોડ ઉપરનો સાંઢીયા પુલનું આયુષ્ય પૂર્ણ થયું હોય ભયજનક બની જતા પુલ ઉપરથી ભારે વાહનોનો પ્રવેશ બંધ કરાયો છે, દરમિયાન આ કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે ભોમેશ્વર પ્લોટનું રેલવે ફાટક પહોળું કરવા તેમજ સાંઢીયા પુલ પાસેની ખાનગી જમીનમાંથી લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ મુકવા વિચારણા હાથ ધરાઇ છે. દરમિયાન આ મામલે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સાઇટ વિઝીટ કરી હતી. વિશેષમાં મહાપાલિકાના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે આજે સવારે સાંઢિયા પુલની સ્થળ મુલાકાત દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરએ જામનગર રોડ પર આવેલ સાંઢિયા પુલ નવો બનાવવામાં આવે ત્યારે વૈકલ્પિક ડાયવર્ઝનની સમીક્ષા કરી હતી તેમજ ભોમેશ્વર ફાટકને જરૂર જણાયે પહોળું કરવાની શક્યતાઓ અંગે ચકાસણી કરવા સુચના આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.